મોરબીના જેતપરથી દેવળીયા જવાના રસ્તે બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત થતાં આશાસ્પદ યુવાનનું મોત
SHARE
મોરબીના જેતપરથી દેવળીયા જવાના રસ્તે બાઇક અને ઇકો વચ્ચે અકસ્માત થતાં આશાસ્પદ યુવાનનું મોત
મોરબીના જેતપરથી દેદેવળીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર થી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ઇકો ગાડી સાથે બાઇક અથડાયું હતું એજથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બાઇક લઈને જઇ રહેલ યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા (મી)ના મોટાભેલા ગામે રહેતો મન ભરતભાઈ સરડવા (18) નામનો યુવાન સોમવારે સવારે 9:00 વાગ્યાના અરસામાં બાઈક લઈને જેતપરથી દેવળિયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં મન સરડવાને ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની આગળની વધુ તપાસ વી.એન. મિયાત્રા કરી રહ્યા હોય તેઓની પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ઇકો ગાડી અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નિપજ્યું હતું. વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન તેના મામાને ત્યાં હળવદ તાલુકાના દેવળીયા ગામે રહેતો હતો અને સિરામિકના કારખાનામાં લેબ ટેકનીશીયન તરીકે કામકાજ કરતો હોય તે અપડાઉન કરતો હતો દરમ્યાન તે બાઇક લઈને નોકરીએ જતો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તે યુવાનનું મોત નીપજયું છે.
યુવાનનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સ્પેનસિરા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રભુભાઈ દલસિંગભાઈ ભુરીયા (45) નામનો યુવાન કારખાનાના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં કોઈપણ કારણોસર તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃત દેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી સામે આવતા તેની નોંધ કરીને પોલીસે આગળીની કાર્યવાહી કરી છે.