મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં સગીરા સાથે અડપલા, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબીના માવના ગામ પાસે ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતા ડ્રાઇવર કેબીનમાં ફસાયો જતાં જેસીબીની મદદથી બહાર કાઢ્યો
SHARE
મોરબીના માવના ગામ પાસે ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતા ડ્રાઇવર કેબીનમાં ફસાયો જતાં જેસીબીની મદદથી બહાર કાઢ્યો
મોરબીના આમરણ ગામ નજીક માવના ગામ પાસે માટી ભરેલા ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી ગયું હતું જેથી કરીને ટ્રેલરની કેબીનનો ભૂકો બોલી ગયો હતો અને તેમાં ટ્રેલરનો ડ્રાઇવર ફસાઈ ગયો હતો જેને મહામુસીબતે જેસીબીની મદદ લઈને બહાર કાઢવામાં આવ્યો હતો
સોમવારની રાત્રિના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લાના આમરણ ગામ પાસેથી જામનગર તરફ જતા હાઇવે રોડ ઉપર માટી ભરેલો ટ્રક આગળના ભાગે જઈ રહ્યો હતો અને તેની પાછળના ભાગે આવી રહેલ ટ્રેલરના ડ્રાઈવરે માટી ભરેલા ટ્રકની પાછળના ભાગમાં તેનું ટ્રેલર અથડાવ્યું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ટ્રેલરની કેબીનનો ભૂકો બોલી ગયો હોવાથી ટ્રેલરનો ચાલક તે વાહનની કેબીનની અંદર ફસાઈ ગયો હતો જેથી જેસીબીની મદદથી આ ટ્રેલરની કેબિનને ખોલીને તેમ ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢવામાં આવ્યો હતો અને અકસ્માતના કારણે માળિયા જામનગર હાઇવે રોડ ઉપર આમરણ ગામ નજીક ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ત્યારબાદ રસ્તા ઉપર થયેલ ટ્રાફિકને ક્લિયર કરવા માટે થઈને અકસ્માત સર્જાયેલ ટ્રેલરને રોડ સાઈડમાં કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ હાઇવે રોડ ઉપરના ટ્રાફિકને ક્લિયર કરવામાં આવ્યો હતો.









