મોરબીમાં દારૂની 3 રેડ: દારૂની નાની-મોટી 19 બોટલ સાથે 3 પકડાયા
વાંકાનેરમાં રિક્ષા હટાવવા બાબતે બોલાચાલી કરીને યુવાનને ધોકા વડે મારમાર્યો
SHARE
વાંકાનેરમાં રિક્ષા હટાવવા બાબતે બોલાચાલી કરીને યુવાનને ધોકા વડે મારમાર્યો
વાંકાનેરમાં જકાતનાકા પાસે રીક્ષા પાછળ લેવા બાબતે યુવાને સાથે બીજા રિક્ષા ચાલકે બોલાચાલી કરી હતી અને તેને ગાળો આપવામાં આવી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા સામે વાળા શખ્સે તેની સાથે ઝપાઝપી કરીને લાકડાના ધોકા વડે પગમાં મારમારીને ઇજા કરી હતી તેમાં ઢીકાપાટુનો મારમાર્યો હતો. જેથી ઇજા પામેલ યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
વાંકાનેરના દિવાનપરા કુંભારપરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા અમિતભાઈ હુસેનભાઇ બેલીમ (22)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અનવરભાઈ ઉર્ફે જુમો કાળુભાઈ શેખ રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે નેશનલ હાઈવે રોડ પાસે આવેલ જીનપરા જકાતનાકા નજીક તે પોતાની રીક્ષા લઈને ઉભો હતો ત્યારે આરોપીએ ફરિયાદીને રીક્ષા પાછી લેવા બાબતે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી જેથી ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતા સામેવાળો શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તેને જપાજપી કરી હતી અને રિક્ષામાંથી ધોકો કાઢીને ફરિયાદીને પગના ભાગે ધોકો માર્યો હતો અને ઢિકાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મારમાર્યો
મોરબીના કાલિકા પ્લોટ પાસે આવેલ શિવ સોસાયટીમાં રહેતા સીદીકભાઈ આદમભાઈ (32), વિજયભાઈ ભરતભાઈ (26) અને કાદરભાઈ આમદભાઈ (30) નામના ત્રણ વ્યક્તિઓને કિશન કમાભાઈ નામના માણસે માર માર્યો હતો જેથી ઇજા પામેલા ત્રણેય વ્યક્તિઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
મહિલા સારવારમાં
હળવદ તાલુકાના નવા ધનાળા ગામે રહેતા ચિંચીબેન ત્રિભોવનભાઈ તારબુંદીયા (52) નામના આધેડ મહિલા બાઇકમાં બેસીને વાડીએ જઈ રહ્યા હતા દરમિયાન રસ્તામાં તેઓના બાઇક આડે ખુટિયો આવવાના કારણે તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા અને અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે