ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીના યુવાન સાથે ૩ લાખમાં લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે છનનન થઈ ગયેલ લુંટેરી દુલ્હન સહિત બે ની ધરપકડ: બંને જેલ હવાલે


SHARE











મોરબીના યુવાન સાથે ૩ લાખમાં લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે છનનન થઈ ગયેલ લુંટેરી દુલ્હન સહિત બે ની ધરપકડ: બંને જેલ હવાલે

મોરબી સામાકાંઠે રહેતા વૃદ્ધને તેના દીકરાના લગ્ન કરવા હોય અમદાવાદના શખ્સ સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ અમદાવાદના શખ્સે જે યુવતી સાથે વૃદ્ધના દીકરાના લગ્ન કરાવ્યા હતા તેના માટે વૃદ્ધ પાસેથી ત્રણ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા.જોકે, માત્ર ત્રણ દિવસ તે યુવતી વૃદ્ધના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી અને ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા પછી પરત આવેલ નહિ.જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતાએ જેતે સમયે વિશ્વાસઘાત અને છેતરપિંડીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો જે કેસમાં થોડા દિવસ પહેલા મહીલા સહીત બે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

મળતી માહીતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામની પાસે આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સી રોયલ પાર્કમાં રહેતા સુંદરજીભાઈ દેવજીભાઈ જસાપરા (૫૫) એ જેતે સમયે રાજુભાઈ તન્ના અને ચાંદની રહે.બંને અમદાવાદની સામે ફરિયાદ નોંધાવેલ.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે તેમના દીકરા રાહુલના લગ્ન કરાવવાના હતા દરમ્યાન તેમનો ભેટો અમદાવાદના રહેવાસી રાજુભાઈ તન્ના નામ ધારણ કરનાર સાથે થયો હતો.બાદ ચાંદનીબેન નામની યુવતી સાથે ફરિયાદીના દીકરા રાહુલના અમદાવાદ ખાતે લગ્ન રજીસ્ટ્રાર કરાવીને લગ્ન પેટે ત્રણ લાખ રૂપિયા વૃદ્ધ પાસેથી લેવામાં આવ્યા હતા.જે તે સમયે લગ્ન કરાવ્યા બાદ માત્ર ત્રણ દિવસ જ ચાંદની ફરિયાદીના ઘરે તેના દીકરા સાથે રોકાઈ હતી.બાદ તેના પિતાનું મરણ થઈ ગયેલ છે તેવું બહાનું કરીને તે મોરબીથી જતી રહી હતી અને પરત આવેલ ન હતી.આમ દીકરાના લગ્ન કરાવી દેવાનું કહીને વૃદ્ધ સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવેલ જેની ભોગ બનેલા વૃદ્ધે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.

જેમા સામે આવ્યા મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામે પાસે રહેતા પરિવારનો યુવાન લુંટરી દુલ્હનનો ભોગ બન્યો હોય તે અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની તપાસ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ બી.એ.ગઢવી ચલાવી રહ્યા હોય અને તેઓ દ્વારા થોડા દિવસ પહેલા આ ગુનામાં રજેશભાઈ જીવણભાઈ ઠાકોર (૪૮) રહે. ડીસા ગાયત્રી મંદિરની સામે ડાયમંડ સોસાયટી ધાવડી માતાના મંદિર સામે ડીસા બનાસકાંઠા મૂળ રહે.અમદાવાદ સ્વામિનારાયણ પાર્ક નવા નરોડા હરીદર્શન ચાર રસ્તા શેલ્બી હોસ્પિટલ સામે અમદાવાદ તથા તેની સાથે સંડોવાયેલ ચાંદનીબેન રમેશભાઈ ઠાકોર(૨૪) રહે.અસારવા ઠાકોર વાસ અંબાજી માતાજીના મંદિર પાસે અમદાવાદ વાળાઓનો બહુચરાજી પોલીસ સ્ટેશન ખાતેથી કબ્જો મેળવ્યો હતો.અને મોરબીના ગુનામાં બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ લૂંટરી દુલ્હન દ્વારા જુદી જુદી જગ્યાએ આ મોડસ ઓપરેન્ડીથી લોકોને ખંખેરવામાં આવ્યા હોય તે સંદર્ભે બહુચરાજી, ઈડર, રાજકોટ, દેહગામ અને મોરબી વગેરે જગ્યાઓમાં ગુના નોંધાયા છે અને હાલ બહુચરાજી પોલીસ દ્વારા તેઓને પકડવામાં આવ્યા હોય ત્યાંથી કબ્જો લઈને તેઓની મોરબી બી ડિવિઝન ખાતે નોંધાયેલ ગુનામાં ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. #morbi #police






Latest News