મોરબીના રવાપર રોડે આડેધડ વાહન પાર્ક કરનારા ૨૪ વાહન ચાલકો દંડાયા
વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો
SHARE
વાંકાનેરના પંચાસિયા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના પંચાસિયા ગામમાં છેલ્લા 24 વર્ષથી પોતાની શિક્ષક તરીકે સેવા આપનાર આચાર્ય મહેબૂબની બદલી થતાં વિદાયમાનનો કાર્યક્રમ યોજાયો હતી. જેમાં શાળાના પૂર્વ શિક્ષક હાજીભાઈ બાદી તથા અહેમદભાઈ બાદી અને પુર્વ એસ.એમ.સી.અધ્યક્ષ ઇરફાન ભાઈ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યઅધ્યક્ષ અને આચાર્ય દેવરાજભાઈ આલ, મદદનીશ શિક્ષક સેફુદીનભાઈ સિપાઇ, જયેશભાઇ ચમાર, નેહાબેન જાની, રિકલબેન ધેટિયા, સુલતાનાબેન સિપાઈ, મિનાજબેન વડાવીયાએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્યક્રમમાં ગ્રામજનો તથા એસએમસીના સભ્યો શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પણ ખાસ ઉપસ્થિત રહી હતી.