મોરબી : માળીયા (મિં.) ના હરીપર ગામ પાસે બોલેરો ટ્રક સાથે અથડાતા એકનું મોત, ચાર ઇજાગ્રસ્તો સારવારમાં
SHARE
મોરબી : માળીયા (મિં.) ના હરીપર ગામ પાસે બોલેરો ટ્રક સાથે અથડાતા એકનું મોત, ચાર ઇજાગ્રસ્તો સારવારમાં
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના હરીપર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં પીકપ બોલેરો ગાડી ટ્રક જેવા ભારે વાહનની સાથે અથડાતા બનેલા અકસ્માત બનાવમાં મોરબીના ઘુંટુ રોડ નજીક રહેતા પરપ્રાંતિય મજૂરનું મોત નીપજ્યું હતું અને ચાર ઇજાગ્રસ્તોને હાલ સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન તથા માળીયા મિંયાણા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ઘનશ્યામભાઈ ભગાભાઈ હળવદિયા નામના યુવાને કચ્છના ગાંધીધામ ખાતે ભંગાર કટીંગનું કામકાજ રાખેલ હોય પાંચ લોકો પીકઅપ બોલેરો ગાડીમાં ભંગાર કટીંગ માટેના ગેસના બાટલા લઈને કામકાજ કરવા માટે ગાંધીધામ ગયા હતા અને ત્યાંથી તેઓ પરત મોરબી તરફ આવતા હતા ત્યારે માળીયા મિંયાણાના હરિપર ગામે દેવ સોલ્ટ નજીક તેઓની પીકપ ગાડી કોઈ ટ્રક જેવા ભારે વાહનની સાથે અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.આ બનાવમાં બોલેરો ગાડીના ચાલક સુનિલભાઇ અજીતભાઈ હળવદિયા (૨૬), ઘનશ્યામ ભગાભાઈ હળવદિયા (૨૭), આકાશ ભગાભાઈ હળવદિયા (૧૮) અને કરણ મથુરભાઈ હળવદિયા (૩૫) રહે. ચારેય મહેન્દ્રનગર તાલુકો જીલ્લો મોરબી ને ઈજા થઈ હોય તેઓને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માત બનાવમાં મૂળ કર્ણાટક કે તમિલનાડુ પંથકનો અને હાલ છેલ્લા કેટલાક સમયથી મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલા સ્મશાન નજીક રહી ભંગારના ડેલામાં મજૂરી કામ કરતા અન્નાભાઈ તરીકે ઓળખાતા ચાલીસેક વર્ષના અજાણ્યા યુવાનનું મોત નિપજેલ છે.જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ડી.એ.જાડેજા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી અર્થે માળિયા (મિં.) પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી હાલ માળિયા મિંયાણા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર ઈમ્તિયાઝભાઈ જામ દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.હાલ મૃતક અન્નાભાઇ તરીકે ઓળખાતા યુવાનની ખરી ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવેલ છે.
સામસામે મારામારીમાં ઈજા
મોરબીના સેન્ટ મેરી ફાટક પાસે આવેલ રોહીદાસપરા વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં મુસાભાઇ ઉસ્માનભાઈ ટાંક (૩૦) રહે.રોહીદાસપરા તથા અશ્વિનભાઈ ડાયાભાઈ કાટીયા (૨૨) ને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
માળિયા મીંયાણા તાલુકાના જૂના ઘાંટીલા ગામે રહેતા નિમુબેન અરવિંદભાઈ ધોળકિયા નામના ૪૧ વર્ષના મહિલા બાઇકની પાછળ બેસીને કામ ઉપરથી પરત ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સાથે ભેંસ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ઈજા પામેલ હોય નિમુબેનને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા