વાંકાનેરમાં રજડતા ખૂટિયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા, કર્ફ્યુ જેવો માહોલ
SHARE
વાંકાનેરમાં રજડતા ખૂટિયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડીકે બંધાયા, કર્ફ્યુ જેવો માહોલ
વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર મંગળવારે બપોરના સમયે બે ખૂંટીયા યુદ્ધે ચડ્યા હતા જેથી કરીને થોડીવાર માટે રસ્તા ઉપર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા ત્યાર બાદ મહામુસીબતે લોકોએ યુદ્ધ ચડેલા ખૂંટીયાઓને છૂટા પાડ્યા હતા
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર રજડતા ઢોરનો ત્રાસ દિવસને દિવસે વધી રહ્યો છે અને અવારનવાર રજડતા ઢોર રાહદારી લોકોને હડફેટે લઈને તેઓને શારીરિક અને તેઓના વાહનોમાં નુકસાન કરતા હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે જેથી હાઇકોર્ટ પણ આ બાબતને લઈને ગંભીર ટીપણી કરતી હોય છે તેવામાં વાંકાનેર શહેરના ભમરીયા કુવા મેઇન રોડ ઉપર બે ખુટિયા યુદ્ધે ચડ્યા હતા અને ત્યાં લોકોના વાહનોમાં નુકસાની કરી હતી અને યુદ્ધે ચડેલા ખૂંટીયાને છૂટા પાડવા માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યાર બાદ ખૂંટીયા છુટા પડ્યા હતા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અત્રે ઉલેખનીય છેકે, અવારનવાર આવી રીતે વાંકાનેર શહેર તથા મોરબી જિલ્લામાં રજડતા ખૂંટીયા યુદ્ધે ચડતા હોય છે ત્યારે લોકોના જીવા પડીકે બંધાઈ જતા હોય છે અને આગામી દિવસોમાં કોઈ જીવલેણ અકસ્માત સર્જાય ત્યારે પહેલા રજડતા ઢોરને પકડવા માટેની નક્કર કામગીરી સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.