મોરબીની પંચાસર ચોકડી પાસે બે બાઈક અથડાતા ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં
SHARE
મોરબીની પંચાસર ચોકડી પાસે બે બાઈક અથડાતા ઇજાગ્રસ્ત વૃદ્ધ સારવારમાં
મોરબીની પંચાસર ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં બાઇક સાથે અન્યા બાઇક અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધને સારવાર માટે ખસેડાયા હતા.
મોરબી એ ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગર વિસ્તારમાં રહેતા મહાદેવભાઇ હિરજીભાઈ કંજારિયા નામના ૬૩ વર્ષના વૃદ્ધ બાઈક લઈને પંચાસર ચોકડી નજીકથી જતા હતા ત્યાં તેમના બાઇકને અન્ય બાઇક ચાલકે ટક્કર મારી હતી.જે બનાવમાં મહાદેવભાઈ કંજારીયાને ઇજાઓ થઈ હોય સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના નવા બસ સ્ટેશન પાસે રહેતા અને ભિક્ષાવૃત્તિનું કામકાજ કરવા માટે એવન્યુપાર્ક સોસાયટીના ખૂણે રોડ ઉપર બેસીને ભિક્ષા માંગી રહેલા ટીડીબેન સવજીભાઈ સાંથલીયા નામના ૬૦ વર્ષના વૃદ્ધાની ઉપર કાર ચાલકે કાર ચડાવી દીધી હતી જેથી ઇજાગ્રસ્ત થયેલા ટીડીબેનને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
વાહન અકસ્માત
મોરબીના જ્યોતિ પાર્ક વિસ્તારમાં આવેલ રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણભાઈ ગંગારામભાઈ પડસુંબીયા રવાપર-ધુવડા રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલા પ્રવીણભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે મારામારીના બનાવમાં ઇજાઓ થતા અલ્ફાઝભાઈ અલ્લારખાભાઈ વડાવીયા (૨૬) રહે.વાંકાનેરને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધા સારવારમાં
રાજકોટની લક્ષ્મીવાડી શેરી નંબર-૧૫ 'કૃષ્ણ કુંજ' ખાતે રહેતા કુસુમબેન નરોત્તમભાઈ પટેલ નામના ૭૯ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે મોરબીના નવલખી રોડ ધકાવાળી મેલડી મંદિર પાસે બાઈકમાંથી પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત થયેલા કુસુમબેન પટેલને અહીંની ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ ગોપાલભાઇ હેમુભાઇ (૨૪) રહે.ડુંગરપુર હળવદને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે ભીમસર વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીમાં ઈજા થતા મહેશ વિરમભાઈ કુંઢીયા નામના ૨૦ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત થતા અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે ઉમા વિલેજ પાસે બાઈકમાંથી નીચે પડી જતા ડાલુ પ્રતાપસિંહ (૨૬) રહે.લક્ષ્મીનગર રામદેવ હોટલ પાછળ મોરબી-૨ ને ઇજા થઈ હોય સાગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો.









