વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત ટંકારાના વીરપર ગામે પથરીવસ થઈ ગયેલ સાસુની સેવા કરતી પરિણીતાએ ડિપ્રેશનમાં આવીને અણધાર્યું પગલું ભર્યું માળિયા (મી)ના સરવડ ગામે વાજતે ગાજતે CISF ની સાયકલ યાત્રાનું સ્વાગત-સન્માન કરાયું
Breaking news
Morbi Today

હળવદ જીઆઇડીસીમાં કારખાનામાં ગૌવંશ હત્યાના બનાવને લઈને હિન્દુ સમાજમાં આક્રોશ: વિવિધ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE











હળવદ જીઆઇડીસીમાં કારખાનામાં ગૌવંશ હત્યાના બનાવને લઈને હિન્દુ સમાજમાં આક્રોશ: વિવિધ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું

છોટાકાશી તરીકે ઓળખાતી હળવદ નગરી એક સંસ્કારી, શાંતિપ્રિય અને ધાર્મિક નગરી તરીકે સમગ્ર પ્રદેશમાં જાણીતી છે. હળવદની શાંતિ અને સામાજિક સૌહાર્દને ભંગ કરવાનો અમાનવીય પ્રયાસ અમુક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોશની કેમ ફૂડતરીકે ઓળખાતા મીઠાના કારખાનાના અગાશી (ધાબા) પર ધોળા દિવસે ગૌવંશની નિર્દય હત્યા કરી અને તેને રાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતાં સમગ્ર હળવદ શહેરમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાઈ છે. આ હીન અને નિંદનીય કૃત્ય હળવદની શાંતિ, ધાર્મિક ભાવનાઓ તથા સામાજિક એકતાને ઘોર આઘાત પહોંચાડે છે.

આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતાં હળવદના સર્વ સમાજના આગેવાનો, વેપારી સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકોએ એકસૂર માં માંગ કરી છે કે ઘટનાની તાત્કાલિક, નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે તેમજ તમામ આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.

આ બાબતે હળવદ અસ્મિતા મંચ, વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ, હળવદ વેપારી મહામંડળ, હળવદ ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સામાજિક સંગઠનોના સંયુક્ત આહ્વાન હેઠળ હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળા ખાતે એકત્ર થઈ મામલતદાર ઓફિસ સુધી શાંતિપૂર્ણ મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે હળવદના જુદાજુદા સમાજ અને સંગઠનના આગેવાનો અને યુવાવર્ગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ભવિષ્યમાં હળવદની અસ્મિતા જળવાઈ રહે તેના માટે દોષીતો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કડક પગલાં લેવાની માંગ કાર છે.






Latest News