મોરબીમાં બીમારીથી કંટાળી આધેડ પોતાના જ ગેરેજમાં અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીમાં બીમારીથી કંટાળી આધેડ પોતાના જ ગેરેજમાં અણધાર્યું પગલું ભર્યું
મોરબીના રવાપર રોડ ઉપર રહેતા આધેડને ડાયાબિટીસની બીમારી હોય અને તે બીમારીથી કંટાળીને તેઓએ લાતી પ્લોટ વિસ્તારમાં આવેલા ગેરેજમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજતા પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૬ માં આવેલા પોતાના ગેરેજ ખાતે મહેશભાઈ ઠાકરશીભાઈ સનાવડા (ઉમર ૫૩) રહે.સુભાષનગર સોસાયટી રવાપર રોડ મોરબી મૂળ બરવાળા તા.જી.મોરબી એ ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેમનું મોત નીપજયુ હતું.બનાવને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ડેડબોડીને પીએમ માટે સિવિલ ખસેડ્યું હતું.બનાવની તપાસ ચલાવી રહેલા વી.કે પટેલ તથા પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે ડાયાબિટીસની બીમારીથી કંટાળી જઈને મહેશભાઈ સનાવડાએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.જેથી તેમનું મોત થયેલ છે.
વાવ પોલીસ દ્વારા કાર્યવાહી
વાવ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુજી દારૂના કેસની તપાસમાં બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબીના સામેકાંઠે વૃંદાવન પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા અર્જુનસિંહ હરીશસિંહ રાઠોડ (૨૯) ને હસ્તગત કરીને તપાસના કામે સાથે લઈ ગયા હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા જણાવાયેલ છે.
રાજકોટ ખસેડાયા
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ભીમસર વિસ્તારમાં મફતપરામાં રહેતા શારદાબેન જયંતીભાઈ જીંજુવાડીયા નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાને તેમના ઘરે પતિ દ્વારા ઝઘડો કરીને ધોકા વડે માથામાં માર મારવામાં આવ્યો હતો.જેથી અત્રેની સિવિલે અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણએ તપાસ કરી હતી.જ્યારે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મેહુલભાઈ હકાભાઇ સરાણીયા નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને રફાળેશ્વર તરફ જતો હતો ત્યારે રસ્તામાં કૂતરૂ અચાનક આડુ ઉતરતા વાહન સ્લીપ થયેલ હોય ઇજા પામતા આયુષ હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
મોરબીના માળીયા હાઇવે માળિયા ઓવર બ્રિજ પાસે આગળ જતા ટ્રકને અન્ય ટ્રકે ટક્કર મારી હતી.આ બનાવમાં રાજકુમાર અજયભાઈ ઇક્કા (૨) રહે.ભીમાસર ચોકડી મોરબીને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના લીલાપર રોડ ગૌશાળા પાસે રહેતા લાભુબેન ચમનભાઈ કણસાગરા નામના ૬૧ વર્ષીય મહિલા નાનાભેલા ગામે સનાતન સાધના કેન્દ્ર ખાતે હતા.ત્યાં તેઓને વીંછી કરડી ગયેલ હોય સારવાર માટે અહીં સિવિલે લવાયા હતા