મોરબીના નીચી માંડલ પાસે નર્મદાની કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો
મોરબીના જુના ઘૂટું રોડ ઉપરથી સગીરાનુ અપહરણ, તપાસ શરૂ
SHARE
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ કારખાનામાંથી સગીરાનુ અપહરણ
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે અને તેને શોધવા છતાં કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીમાં રોજગારી માટે થઈને આવેલ અને જુના ઘૂટું રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની 16 વર્ષની સગીર દીકરીનું ગત તા. 12/1 ના રોજ અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવેલ છે જેથી તેને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા તેમ છતાં પણ સગીરાનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો જેથી હાલમાં સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે તજવીજ હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એસ.એચ.ભટ્ટ અને તેની ટીમ ચલાવી રહી છે
મહિલા દાઝી જતાં સારવારમાં
મોરબી તાલુકાના હરીપર (કે) ગામે આવેલ ગ્રાફીટો કંપનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ઘીરીબેન રામજીભાઈ (42) નામના મહિલા તાપણા પાસે બેઠા હતા દરમિયાન કોઈ કારણસર તે દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
મારામારીમાં ઇજા
મોરબીના વિજયનગર વિસ્તારની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન પુનાભાઈ મકવાણા (60) તથા ભુપેન્દ્રભાઈ પુનાભાઈ મકવાણા (38) નામના બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.