મોરબી કલેક્ટરના હસ્તે તેજસ્વી દીકરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું
મોરબીમાં મીઠાઈ, ફરસાણ અને ડેરીના 15 ધંધાર્થીઓને ફટકારી નોટિસ: 34 જગ્યાએ ચેકીંગ
SHARE
મોરબીમાં મીઠાઈ, ફરસાણ અને ડેરીના 15 ધંધાર્થીઓને ફટકારી નોટિસ: 34 જગ્યાએ ચેકીંગ
મોરબી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જુદી જુદી જગ્યા ઉપર શહેરમાં 34 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે 500 કિલોગ્રામ અખાદ્ય કલર જોવા મળતા તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ અન્ય અખાદ્ય સામગ્રીનો પણ નાશ કરવામાં આવ્યો હતો અને મીઠાઈ, ફરસાણ તથા ડેરીના કુલ મળીને 15 જેટલા ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવેલ છે
મોરબી મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર પાસેથી મળતી વિગત પ્રમાણે શહેરમાં જૂના વિસ્તારમાં આવેલ હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ ફરસાણની દુકાનો, ડેરીઓ વગેરેમાં કુલ મળીને 34 જેટલી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે વેપારીઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી તેમજ સ્વચ્છતાનું ધોરણ ન જાળવતા હોય તેવા 15 જેટલા મીઠાઈ અને ફરસાણના વેપારીઓ તેમજ ડેરી અને હોટલના સંચાલકોને નોટિસ આપવામાં આવેલ છે આ ઉપરાંત શહેરમાં આવેલ મોમાઈ ડેરી, ખોડીયાર ડેરી, મોમાઈ ડેરી એન્ડ બેકરીમાંથી ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા દૂધના સેમ્પલ લેવામાં આવ્યા છે. અને મીઠાઈ ફરસાણના વિક્રેતાઓને ત્યાં અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત 500 કિલો જેટલો અખાદ્ય કલર જોવા મળતા તેનો પણ નાશ કરવામાં આવેલ છે વધુમાં અધિકારીએ જણાવ્યું છે કે જે વેપારીઓ પાસે ફૂડ લાઇસન્સ ન હોય તેઓએ ઓનલાઇન પ્રક્રિયા કરીને વહેલી તકે મેળવી લેવું અને સ્વચ્છતાના ધોરણે જળવાઈ રહે તેની તકેદારી વેપારીઓ દ્વારા રાખવી નહીં તો મહાપાલિકા દ્વારા પ્રથમ નોટિસ અને ત્યારબાદ દંડની કાર્યવાહી કરવામાં આવશે