મોરબીમાં મીઠાઈ, ફરસાણ અને ડેરીના 15 ધંધાર્થીઓને ફટકારી નોટિસ: 34 જગ્યાએ ચેકીંગ
મોરબીના મનોદિવ્યાંગ બાળકે અમરનાથ યાત્રા પૂર્ણ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ
SHARE
મોરબીના મનોદિવ્યાંગ બાળકે અમરનાથ યાત્રા પૂર્ણ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, હવે રાષ્ટ્રીય સ્તરે રોલ મોડલ
મોરબીમાંજ જન્મેલ મનોદિવ્યાંગ બાળક જય ઓરિયા ૭૫ ટકા દિવ્યાંગ હોવા છતાં સમયસરની માતા-પિતાની યોગ્ય કેળવણી અને કાળજી દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં તેની જીવન પ્રગતિમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.
જય ઓરિયાએ ફીઝીક્લ ફિટનેસ અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે બે વર્લ્ડ રેકોર્ડ બનાવીને પોતાની ઓળખ સ્થાપિત કરેલ છે.૨૦૨૫ માં પહેલગામથી બાલતાલના રૂટ ઉપર દિવ્યાંગ તરીકે મેડીકલ ફિટનેસ પાસ કરી આ યાત્રાની મંજુરી મેળવી તેના પિતા સાથે દુર્લભ ગણાતી કઠીન અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર મનોદિવ્યાંગ બાળક તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી મોરબીનું ગૌરવ વધાર્યું છે.જય ઓરિયા ૨૦૨૪ કેદારનાથ યાત્રા અને ૨૦૨૫ માં અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર દિવ્યાંગ બાળક તરીકે બે રેકોર્ડ બનાવ્યા છે જે મોરબીનું ગૌરવ કહેવાય.રાષ્ટ્રીય સ્તરે પોતાની વિશિષ્ટ પ્રતિભામૂજબ અનેક પુરસ્કાર મેળવી હવે પછી નો ગોલ "હિમાલય બેઝ કેમ્પ" નો છે.
પડકારોનો સામનો કરીને સમાધાનકારી વિકલ્પો દ્વારા મનોદિવ્યાંગ હોવા છતાં પણ પોતાના જીવનમાં કોઈ અપૂર્ણતા ન રહે તેવા પ્રયત્નો કર્યા છે અને પરમાત્માની પણ કૃપા રહી છે કે ટ્રેકિંગ અને એડવેન્ચર દરમ્યાન કોઈ કુદરતી આફતો અવરોધરૂપ નથી બની, નહીતર મનો દિવ્યાંગ બાળક માટે આ રૂટ જોખમી કહેવાય.વ્યક્તિત્વ તરીકે પોતે બોલી ન શકતો હોવા છતાંય બહોળો મિત્ર વર્ગ ધરાવે છે, જય ઓરિયા મનો દિવ્યાંગ બાળકો માટે રોલ મોડલ બની જીવનમાં પ્રગતિ કરતો રહે, જો દિવ્યાંગ બાળક ને સપોર્ટેડ પર્સન,સુપર પેરેન્ટ્સ મળે તો તેની પ્રગતિ સંભવ બની શકે છે