મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
SHARE
મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
મોરબીની અવની ચોકડી પાસે આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે કપડાં સૂકવતા સમયે કોઈ કારણોસર અગાસી ઉપરથી વૃદ્ધા નીચે પટકાયા હતા જેથી વૃદ્ધાને માથા અને શરીરે ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.
મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે ઉમિયા પાર્ક સોસાયટીમાં સિયારામ હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતા ધનગૌરીબેન ચંદુલાલ ઘૂમલીયા (66) નામના વૃદ્ધા એપાર્ટમેન્ટની અગાસી ઉપરથી છઠ્ઠા મળેથી નીચે પટકાતા વૃદ્ધાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક વૃદ્ધા છઠ્ઠા માળે કપડાં સૂકવવા માટે થઈને ગયા હતા અને ત્યાંથી કોઈ કારણોસર તે નીચે પટકાતા તેઓને શરીરે ઇજા થવાથી તેનું મોત નીપજયું છે.
યુવતી સારવારમાં
મોરબીના લીલાપર ગામે લક્ષ્મીનગરના ગેઇટ પાસે આવેલ યોગી સિરામિક પાસે રહેતા દુર્ગાબેન રાજકુમાર સારલા નામની ૧૯ વર્ષની યુવતીને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા સારવાર માટે સિવિલે ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબી વાંકાનેર હાઇવે લાલપર નજીક વળાંક પાસે અજાણ્યા બોલેરો કારના ચાલકે ઇક્કો કારને પાછળથી ટક્કર મારતા વિષ્ણુ દિનેશભાઈ સારલા નામના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.તેમજ મોરબીના રવાપર ચોકડી કેપિટલ માર્કેટ પાસે આગળ જતા કારના ચાલકે અચાનક બ્રેક મારતા એકટીવાનું બેલેન્સ ન રહેતા ભગવાનજીભાઈ રૂગનાથભાઈ સાણંદિયા (૫૯) રહે.રવાપર-ઘુનડા રોડને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.