દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન
વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ
SHARE
વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ
વાંકાનેર પાસે આવેલ વિઠલપર ગામ નજીકથી દારૂની હેરાફેરી થવાની છે તેવી હકકીત આધારે પોલીસે વોચ રાખી હતી દરમ્યાન મળેલ બાતમી મુજબની કાર ત્યાંથી નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરતાં તેમાંથી 252 બોટલ દારૂ મળી આવેલ હતો જેથી દારૂ અન કાર મળીને 8.82 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વિઠલપર ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલ કાર નીકળવાની છે તેવી બાતમી મળી હતી જેથી પોલીસે વોચ રાખી હતી ત્યારે કાર નંબર જીજે 3 પીએમ 5755 ત્યાંથી નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે કારમાંથી દારૂની જુદીજુદી બ્રાન્ડની 252 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,77,200 નો દારૂ તેમજ 5 હજારની કિંમતનો એક મોબાઈલ, 5 લાખની કિંમતની કાર આમ કુલ મળીને 8,82,200 નો મુદામાલ કબ્જે કર્યો છે અને આરોપી સુનીલ હરેશભાઈ ઉર્ફે હકાભાઇ સાકરીયા (30) રહે. રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં સિરાજ રજાકભાઈ લિંગડીયા રહે. ખ્વાજા રોડ જંગલેશ્વર રાજકોટ વાળાનું નામ સામે આવ્યું છે જેથી બંને સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.