રાજમાતા વિજય કુંવરબા સાહેબનો પાર્થિવદેહ મોરબી પહોચ્યો: વેપારીઓને ધંધો રોજગાર બંધ રાખીને કાલે અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ


SHARE







મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી લેપ્રસી અવેરનેસ કેમ્પેઈનનો શુભારંભ કરવામાં આવેલ છે અને "સ્પર્શ   લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન "Ending Discrimination, Ensuring Dignity ("પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરીને ભેદભાવનો અંત) થીમ હેઠળ લેપ્રસી દિવસની ઉજવણી સાથે જન જાગૃતિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

૩૦ મી જાન્યુઆરી રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાથે સાથે પુજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પણ હોય ગાંધીજીના નિર્વાણ દિને તા.૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમ્યાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે "સ્પર્શ લેપ્રસી અવેરનેસ કમ્પેઈન" નો શુભારંભ જીલ્લા ક્ષય કેન્દ્ર-રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો. રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટે  મહાત્મા ગાંધીજીના સ્વપ્ને પરિપુણૅ  કરવા માટે રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવી, શંકાસ્પદ રક્તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્ય ભેદભાવ ન રાખવાં જણાવ્યું હતું.

"સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન" અતૅગત મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ તથા જીલ્લા ક્ષય-રરક્તપિત્ત અધીકારી ડો.ધનસુખ અજાણાના સતત માગૅદશૅન હેઠળ કાર્યકમ યોજાયો હતો. તેમજ આ કાર્યક્રમમાં લેપ્રસી રોગ વિશે માન્યતા તથા ગેર માન્યતા વિશે સમજ આપવામાં આવેલ રક્તપિત્ત રોગને તેના લક્ષણોને વહેલા કેમ ઓળખી શકાય  કે રીતે કાળજી રાખી શકાય તે વિશે પિયુષભાઈ જોષીએ  વિસ્તૃત માહિતી આપેલ હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રક્તપિત્તમાં દર્દીઓને અલ્સર કીટ તેમજ એમસીઆર શુઝનું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરેલ હતા આ કાર્યક્રમને સફળ બનાવવા રક્તપિત્ત પેરા મેડિકલ વકૅર ધર્મેન્દ્રભાઈ‌ વાઢેર તથા જીલ્લા પ્રોગ્રામ કૉ-ઓરડીનેટર પિયુષભાઈ જોષી, તથા અન્ય તમામ ડીટીસી કમૅચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.




Latest News