મોરબીના વેપારી સહિતનાઓને ધંધો રોજગાર બંધ રાખીને રાજમાતા વિજય કુંવરબા સાહેબની અંતિમ યાત્રામાં જોડાવા મંત્રીનું આહ્વાન મોરબી જિલ્લાના યોગ કોચ-ટ્રેનર્સની ગાંધીનગર ખાતે ચેરમેનની હાજરીમાં સોમવારે મિટિંગ યોજાશે મોરબી રામધન આશ્રમ ખાતે મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવીના જન્મદિવસની અનોખી ઉજવણી મોરબીમાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં યોજાનાર દશેરાનો કાર્યક્રમ રદ મોરબી જીલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૨ ઓક્ટોબર મોરબી જીલ્લામાં ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ-36-BE માટે પસંદગીના નંબરો મેળવવા ઓનલાઇન ઓક્શન પ્રક્રિયા જાહેર કરાઇ મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ફિક્સ પગાર વાળા શિક્ષકોને નિયમિત પગાર હુકમનું વિતરણ કરાયું


SHARE







મોરબી જીલ્લામાં ફિક્સ પગાર વાળા શિક્ષકોને નિયમિત પગાર હુકમનું વિતરણ કરાયું

મોરબી જિલ્લાના ફીક્સ પગાર પર કાર્યરત શિક્ષકો માટે અત્યંત  મહત્વપૂર્ણ અને હકારાત્મક એવા એક કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ–૩ (નો.ક.) સરકારી કર્મચારી મંડળ મોરબી તથા મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત નિયમિત પગાર હુકમ વિતરણ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના મીટીંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જીલ્લા શિક્ષણાધિકારી મોરબી કે.એમ.મોતા, મોરબી જીલ્લા સંઘ પ્રમુખ મેહુલભાઈ દેથરીયા, મહામંત્રી હર્ષદભાઈ બોડા, શિક્ષણ નિરીક્ષક એવા ધર્મિષ્ઠાબેન કડિવાર અને હિતેશભાઈ સરડવા, વહીવટી અધિકારી બ્રિજેશભાઈ તેમજ ઓફીસના તમામ ક્લાર્ક અને AEI મિત્રો હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન કુલ 29 શિક્ષકોને નિયમિત પગારના  ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા, જે શિક્ષકો માટે આનંદ અને ગૌરવની ક્ષણ હતી. સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના તમામ અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, ક્લાર્કઓ તથા વર્ગ–૪ના કર્મચારીઓનું સન્માન કરીને તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.




Latest News