મોરબી મહાપાલિકાના જનરલ બોર્ડમાં સફાઈ, ટ્રાફિક, મચ્છુ નદીની સફાઈ સહિતના પ્રશ્નો ગુંજયા મોરબીના લાલપર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા યુવાનને રાજકોટ ખસેડાયો મોરબીના નાગડાવાસ ગામેથી સગીરાનું અપહરણ, દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ હળવદના રાણેકપરમાં ઘોડી પાસાનો જુગાર રમતા 13 શખ્સ પકડાયા: મોરબી અને વાંકાનેરમાં જુગારની 2 રેડ મોરબીના વનાળિયા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરના સિંધાવદર ગામે સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત હળવદના રાણેકપર ગામ પાસે ટ્રેક્ટરની ટ્રૉલી સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત મોરબીમાં કોપરનો ભંગાર આપવાનું કહીને યુવાન અને તેના ભાગીદાર સાથે 15.98 લાખની ઠગાઇ હળવદમાં ગટર ઉભરાતી હોય પાલિકાના શટરને તાળું મારનારા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત 3 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું


SHARE





પ્રેરણાદાઈ નિર્ણય: મોરબીમાં વૃદ્ધનું રાજકોટ ખાતે સારવારમાં બ્રેનડેડ થતાં બે કિડની-લીવરનું આંગદાન કરાયું

મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ફલેટમાં રહેતા વૃદ્ધને સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તે વૃદ્ધનું બ્રેનડેડ થવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના દીકરા અને પરિવારજનો દ્વારા વૃદ્ધની બંને કિડની તથા લીવરનું અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના થકી અન્ય લોકોને નવજીવન મળશે.

મૂળ મોરબી નજીકના પીપળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રામકો બંગલોની પાછળના ભાગમાં આવેલ નંદનવન પાર્ક ખાતે ઓપેરા સ્ક્વેર એપાર્ટમેંટના ફ્લેટમાં રહેતા કાંતિલાલ સવજીભાઈ જેઠલોજા (61) નામના વૃદ્ધ અચાનક પોતાના ઘરે ઢળી પડ્યા હતા ત્યારબાદ તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેમનું બ્રેનડેડ થવાના કારણે તેઓનું મોત નીપજયું હતુ અને ત્યાર બાદ વૃદ્ધના દીકરા નવદિપભાઈ જેઠલોજા સહિતના પરિવારજનો દ્વારા કાંતિલાલ જેઠલોજાના અંગદનનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અમદાવાદ ખાતેથી ખાસ ટીમ રાજકોટ હોસ્પિટલે પહોંચી હતી અને ત્યારબાદ કાંતિલાલના લીવર અને બંને કિડનીનું આંગદાન કરવામાં આવ્યું હતું જેને તાત્કાલિક સ્પેશિયલ કોરિડોર મારફતે રાજકોટથી અમદાવાદ સુધી અંગોને લઈ જવામાં આવેલ છે અને તેને અન્ય દર્દીમાં ટ્રાન્સફર કરવાથી અન્ય વ્યક્તિને નવજીવન મળશે તેવી લાગણી મૃતક વૃદ્ધના દીકરા સહિતના પરિવારે લાગણી વ્યક્ત કરી હતી.




Latest News