ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી


SHARE







કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સારસકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીઝના જયંતી દીદી આવ્યા હતા અને તેઓ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે જેમ વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે.

મોરબીમાં આજે લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે મોરબી બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરાયું હતુ જેમાં બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદી આવ્યા હતા અને તેઓની હાજરીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યા યોજાઇ હતી ત્યાર બાદ આ કાર્યક્રમમાં આવેલા મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ જણાવ્યુ હતું કે, આપણે બધા જ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં પોઝિટીવી ઉર્જા છે બસ આપણામાં જ નહીં પરંતુ આપણાંમાંથી બીજાને પણ પોઝિટીવી ઉર્જા મળે તેવી આપણે સહુકોઈએ કરવાની જરૂર છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. ઉલેખનીય છેકે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું અને તેઓ તા. 6/2/2025 ના  રોજ અવસાન પામ્યા હતા જેથી કરીને તેઓની પ્રથમ પૂરણતિથિ નિમિતે તેઓની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબીના આંગણે કરવામાં આવેલ હતો.






Latest News