ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ


SHARE







મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ

મોરબી મનપાની ટિમ દ્વારા મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં અને હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી મળી આવેલ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવેલ હતો જો કે, 29 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને 17 જેટલા ધંધાર્થીઓને નોટીસ ફટકારી હતી.

મોરબી મનપાના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે મીઠાઈ અને ફરસાણાના વેપારીઓને ત્યાં અને હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવે છે તેવામાં તાજેતરમાં 29 જગ્યાએ ચેકિંગ કર્યું હતું જેમાં વેપારી પાસે લાઇસન્સ છે કે પાણી, ચોખાઈ રાખવામા આવે છે કે નહીં વિગેરે બાબતોને ચેક કરવામાં આવી હતી અને ત્યારે 29 પૈકી 17 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. અને મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાંવભાજી એન્ડ ચાઈનીઝમાં અખાદ્ય કલરના 3 લીટર તેમજ ધ ચોકલેટ રૂમ અને ભોલે બાબા ડેરી ફાર્મમાંથી 2 લીટર જેટલો અખાદ્ય કલર મળ્યો હતો. જેનો નાશ કરવામાં આવેલ હતો અને મોરબીમાં ખાસ કરીને ખાદ્ય સામગ્રી બનાવતા વેપારીઓ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓને સ્વચ્છતા રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે.






Latest News