મોરબીમાં જુદી-જુદી ત્રણ રેડમાં ૩૧ બોટલ દારૂ સાથે બે પકડાયા
SHARE
મોરબીમાં જુદી-જુદી ત્રણ રેડમાં ૩૧ બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબી સીટી એ ડિવિઝન તેમજ સીટી બી ડિવિઝન પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાઓએ રેડ કરી હતી ત્યારે ત્રણ જગ્યાઓએથી કુલ મળીને ૩૧ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.દારીના જથ્થાની સાથે સ્થળ ઉપરથી મળી આવેલા બે ઇસમોની ધરપકડ કરીને તેઓએ આ જથ્થો ક્યાંથી મેળવ્યો છે..? તે દિશામાં પોલીસ આગળની તજવીજ હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરના નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે ગત રાત્રીના સાડા નવેક વાગ્યે રાઉન્ડમાં હતો ત્યારે ત્યાંથી પસાર થતાં મિલન ભીખા મેવાડા જાતે રાવળ (ઉમર ૨૪) રહે. નવાડેલા રોડ રાવળ શેરીને અટકાવ્યો હતો અને તેની જડતી દરમિયાન તેના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ મળી આવતા રૂપિયા ૮૫૦ ની કિંમતના દારૂની સાથે સ્થળ ઉપરથી જ મિલન ભીખા મેવાડા જાતે રાવળ (૨૪) રહે.નવાડેલા રોડ રાવળ શેરીવાળાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેના રહેણાંક મકાનમાં પણ દારૂનો જથ્થો છુપાવાયો હોવાની માહીતી મળતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મિલન મેવાડાના રહેણાંક મકાનમાં નવાડેલા રોડ રાવલ શેરીમાં રેડ પાડી હતી ત્યારે મિલનના રહેણાંક મકાનમાંથી પણ જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૨ બોટલો મળી આવી હતી જેથી કરીને રૂા.૧૮,૪૩૦ ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.મોરબી બી ડિવિઝનની માફક એ ડિવિઝન પોલીસ મથક ખાતે પણ મિલન મેવાડા રહે.નવાડેલા રોડ રાવલ શેરી વાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એકટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
તે રીતે જ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે શહેરના લાતી પ્લોટ શેરી નંબર-૧૨ માં રહેતા તૌફીક દાઉદ ચાનીયા જાતે સંધિ નામના એકવીસ વર્ષીય ઇશમના રહેણાક મકાનમાં પણ રેડ કરવામાં આવી હતી ત્યારે મકાનમાંથી વિદેશી દારૂની આઠ બોટલો મળી આવતા રૂપિયા ૨૪૦૦ ની કિંમતના દારૂ સાથે સ્થળ ઉપરથી તૌફીક ચાનીયાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
આમ મોરબી સીટી એ ડીવીઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફે જુદી જુદી ત્રણ જગ્યાઓએ રેડ કરતાં કુલ ૩૧ બોટલ દારૂ સાથે મિલન મેવાળા અને તૌફીક ચાનીયા નામના બે બુટલેગરોની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ આ દારૂનો જથ્થો કોની પાસેથી મેળવ્યો..? તે દિશામાં પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા શારદાબેન દીપકભાઈ કાંજીયા નામની ૪૫ વર્ષીય મહિલા શેરીમાં ઘર પાસે મોઢું ધોતી હતી તે દરમિયાનમાં અજાણ્યા રિક્ષા ચાલકે શારદાબેનને હડફેટે લેતા ઇજાગ્રસ્ત શારદાબેન કાંજીયાને અત્રે મધુરમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા ચકુભાઈ જીવાભાઈ લાલુકીયા નામના ૫૭ વર્ષિય આધેડ ઘરેથી બહાર સાયકલ લઈને નીકળ્યા ત્યારે ગામમાં દૂધની ડેરી નજીક તેઓ અકસ્માતે સાયકલમાંથી નીચે પડી જતા ચકુભાઈ જીવાભાઈને ઇજાઓ થતા તેમને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.