મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ
Breaking news
Morbi Today

હે જગતનાં તાત ! તું જ તારો તારણહાર છે !


SHARE













હે જગતનાં તાત ! તું જ તારો તારણહાર છે !

સૌ કોઈ જાણે છે કે વર્તમાન કાળમાં ખેતી ખોટનો ધંધો છે. અનેક અનિચ્ચતતાઓ વચ્ચે ખેતી ભાંગતી જાય છે. ગામડામાંથી આમ આદમી ખેતી છોડી શહેરની ગંદી ઝુંપડપટી તરફ ભાગવા લાગ્યો છે. શારીરિક શ્રમ મહેનત, કાળી મજૂરી છોડી ભણેલો વર્ગ ખેતી કરવા તૈયાર નથી. તેને શહેરની એર કંડીશન્ડ રૂમમાં બેસી કાળા - ધોળા કરી પૈસા કમાવવાનું વધુ પસંદ પડતું જાય છે. એક વખત ” જગતનો તાત” કહેવાતો ખેડૂત આજે બીચારો બની ગયો છે. નિરાશ થઈ ગયો છે. દેવાનાં ડુંગરમાં દટાઈ રહયો છે. ચારે બાજુથી શોષણખોરીનો ભોગ બની રહયો છે.

એક તરફ એકવીસમી સદીની વિકાસની દોટથી સૌ અભિભૂત છે. કહેવાતી ડીઝીટલ મીડીયા અને કમ્પ્યુટર ક્રાંતિથી અંજાઈ ગયેલી દુનિયાને તેમાજ વિકાસ દેખાઈ રહયો છે. '' દુનિયા કરલો મુઠીમે '' ની દોડમાં પાયાની વાતો વિસરાઈ ગઈ છે. ઔદ્યોગિક ક્રાંતિ જ જાણે દુનિયાનો ઉધ્ધાર કરી શકશે એવા ભ્રમમાં સૌ કોઈ રાચવા લાગ્યા છે. અને આ સાથે વિકાસનું વરવું સ્વરૂપ માનવ અને પ્રકૃતિસજીત આફતોના રૂપમાં વિશ્વને વિનાશ તરફ ધકેલી રહયું છે. પરંતુ અજવાળાના અતિ પ્રકાશમાં પાછળના કાળા ઘોર અંધારા તરફ જાણી જોઈને રાહમુગી અનદેખી થઈ રહી છે. આ વાસ્તવિક પરિસ્થિતિમાંથી કયારે બહાર આવીશું કે પછી ધૂમકેતુની " વિનિપાત " વાર્તાની જેમ સંપૂર્ણ વિનાશ પછી જ નવસર્જન થશે મોટો પ્રશ્નાર્થ છે ! બધુ ખતમ થઈ જાય તે પહેલા જાગીએ તો સારૂ !

આપણે કિસાનોની અને ખેતીની જ વાત કરીએ. ગમે તેવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ આજે આ કિસાન આપણને અનાજ ફળ ફળાદી શાકભાજી પુરા પાડે છે . કહો કે આપણું જીવન જ કિસાન પર નિર્ભર છે. આહાર વગરના જીવનની કલ્પના થઈ શકે અને એટલે જ કિસાન તરફી સમજુ વગ કહેવા લાગ્યો છે કે શું મશીન કે યંત્રથી આપણું પેટ ભરાશે જો કિસાન હડતાલ પર જાય અથવા તો પોતા પુરતું જ અનાજ ઉગાડે તો આપણી બધાની દશા શું થાય આ કલ્પના માત્ર જ ધ્રુજારી ઉપજાવનારી છે.

સૌ કોઈ જાણે છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેતી અને પશુપાલન તેનો મુખ્ય વ્યવસાય છે. ગામડું દેશનું હૃદય છે. કૃષિકારો માટે સંનિષ્ઠ પ્રયાસોપણ થાય છે. પરંતુ આ બધુ પશ્ચિમી આંધળા અનુકરણની માફક ! દરેક દેશસમાજને પોતાની આગવી વિશિષ્ટતા પોતાનું પોત હોય છે . સામાજીક આર્થિક ભૌગોલિક પારંપારીક સ્થિતિ મુજબ સમાજ વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. અને તેથી દરેક દેશ - સમાજ ની સમસ્યાઓનો ઉકેલ આગવી રીતે થાય તે જ શ્રેષ્ઠ હોય. અન્ય દેશ સમાજના સફળ પરિણામો દરેક જગ્યાએ ઠોકી બેસાડી શકાય નહીં દરેક જગ્યાએ એક જ મોડેલ ન ચાલે વિકાસના મોડેલ પણ વિકેન્દ્રીત જ હોય. જેમ '' તુંડે મતિ : ભીન્ના '' તેમ દરેક વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ પણ જુદી જુદી રીતે જ હોઈ શકે.

આજે ખેતી ટુંકી થતી જાય છે . વરસાદ- પાણીની અનિયમિતતા છે . વિજળીની અનિશ્ચિતાછે . બીયારણ ખાતર- ખેડ લણણી મોંઘા થતા જાય છે. બજારભાવ મળતા નથી . ખેડૂત બિચારો વેલ્યુ એડીશન કરી શકતો નથી સરકારો પણ અધકચરા ઉપાય તરીકે દરેક જગ્યાએ બટકુ રોટલો નાંખી ખાડો પૂરવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી છે.

નાના સિમાંત અને એસ.ટી. એસ.સી ખેડૂતોને રાહત આપવા યોજનાઓ બને છે. કરોડોનું બજેટ ફાળવાય છે. છતા પણ પરિણામ શુન્ય ! બેંકો દ્વારા રાહત દરની લોન આપવામાં આવે છે . છતા પણ ખેડૂત દેવાદાર જ બનતો જાય છે . આવી વરવી પરિસ્થિતિનો ઉપાય શું છે ?

ઉપાય છે  શુન્ય લાગત કૃષિ '' , '' ઝીરો બજેટ ખેતી '' ! ઘણાને ન સમજાય તેવી વાત છે. ઘડીયાળના કાંટા પાછા ફેરવવા જેવી આ વાત છે. આધુનિકતાનો અંચળો છોડી મહાત્મા ગાંધીની પ્રકૃતિ તરફની પીછેહઠ કુદરત સાથે તાલ મીલાવી ખોટા ખર્ચ વગરની સરળ ખેતી તરફ પાછા વળવાનો સમય પાકી ગયો છે. અહિં મારો કહેવાનો ભાવાર્થ અઢારમી સદીમાં કે મધ્યકાલિન પાષાણ યુગમા પાછા જવાનો લગીરેય નથી . બલ્કે આપણી પોતાની વૈવિધ્યતા પૂર્ણ પ્રણાલી - સંસ્કૃતિને વર્તમાન વિજ્ઞાન સાથેના ' ' હોલીસ્ટીક  દૃષ્ટિકોણ સાથે જોડી શ્રેષ્ઠતા તરફ જવાનો પ્રયાસ છે. વિજ્ઞાનનો જ્યુડીશીયસ એટલે કે વિવેકપૂર્ણ ઉપયોગ અને આપણી વંશપરંપરાગત કોઠાસુઝ આવડત અને કુનેહનો સમન્વય '' કૃષિ '' ક્ષેત્રે કરવાનો સમય પાકી ગયો છે . કહોકે અતિ આવશ્યક બની ગયો છે. આ માટે સરકારે માનસિકતા બદલી હળવે હળવે - ધીમે ધીમે સુધારો કરવાની એ જ પ્રાયોગિક અથવા સ્ટેપવાઈઝ કામ કરવાની પધ્ધતિ છોડી ધરમૂળથી શુભ શરૂઆત કરવી પડશે. એકી સાથે નકામુ બધુ બંધ કરી નવી શરૂઆત કરવી પડે ! આમાં ગેજ્યુઅલી જેવી વાત નહીં ચાલે !!

બે ત્રણ ઉદાહરણોથી આ વાત સમજીએ ! વધુ ઉત્પાદનનાં નામે બી.ટી. બીયારણો અને તે પણ મોધાદાટ, મોનોપોલીયુક્ત અને સાથે વિષાણુયુકત તો ખરા જ ! તે દરેક પાક વખતે ખરીદવાને બદલે આપણા ઓરીજનલ ધાન્ય પાકોના બિયારણ પાકની લણણી વખતે તારવી લેવાની પધ્ધતિ શું શ્રેષ્ઠ નહોતી બિયારણનું ખર્ચ ઝીરો !

આપણા ગાય - બળદ અને અન્ય પશુઓના ગોમુત્રનો જંતુનાશક અને ખાતર બનાવવામાં ઉપયોગ ન થઈ શકે ! ગોમુત્ર શ્રેષ્ઠ જંતુનાશક- કિટનિયંત્રક છે . ગોમુત્ર આંકડો લીમડો પીપળો વડ અરડૂસી કે જરૂર મુજબ અન્ય વનસ્પતિના પાન- થડ - મૂળ જે સહજ રીતે ખેતરની આસપાસ કે પડતર ખુલ્લી જમીનમાં ઉપલબ્ધ છે . બધાનું પાણીમાં મિશ્રણ કરી થોડો ગોળ કે લોટ- કઠોળ નાંખી શ્રેષ્ઠ જંતુનાશક બનાવી શકાય . કિટનિયંત્રકની સાથે પાકને સારો ખોરાક પણ મળી રહે છે. આજની મોંઘીદાટ કેમીકલ અને રાસાયણિક દવાઓની જરૂર જ ન રહે . ખેડૂતને દવા છાંટતી વખતે ઝેર ચડવાથી મૃત્યુ ના મુખમાં જતો પણ બચાવી શકાશે. સાથે ઝેર રહિત અનાજ સૌને ખાવા ન મળતા અનેક રોગોમાંથી રાહત મળશે. પર્યાવરણ નહીં બગડે દવા માટે એક પણ રૂપિયાના ખર્ચ વગર ઝીણે બજેટ " જંતુનાશક!

આજકાલ યુરિયા ડીએપી એન.પી.કે. ઉપરાંત અન્ય રાસાયણિક ખાતરોને બદલે ગોમુત્ર - ગોબર સાથે બાયોમાસ એટલે કે ખેત પેદાશની વનસ્પતિ – વેસ્ટ મટીરીયલ અને સાથે " એઝો બેક્ટર '' ના વિજ્ઞાન આધારિત પ્રવાહી દ્રાવણના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સેન્દ્રિય ખાતર તૈયાર કરી શકાય. આવા ખાતરમાં બધા જ પ્રકારના મીનરલ વિટામીન ક્ષારો અને પૌષ્ટિક તત્વો મળી રહે તે વધારાનું ! ગોમુત્રનો છંટકાવ પણ ખરો જ ! જો એક - બે ગાય અને બળદ હોય તો નાના સિમાંત ખેડૂત માટે એટલા ગોમુત્ર ગોબર પૂરતા છે . બલ્કે વધારે છે ! સબસીડી યુક્ત ખાતરના બોજ વગર નું ’’ ઝીરો બજેટ '' ખાતર !

હવે વાત રહી પાણી લણણી સ્ટોરેજ વગેરેની ! કૂવાના બોરનાસ કેનાલના પાણીનું વિવેકપૂર્ણ દોહન તેમાંય વૈજ્ઞાનિક પધ્ધતિઓનો સમન્વય ! ખેડૂતની પોતાની જાત મહેનત કયાંક ઢાલ ! બળદ આધારિત યંત્ર વગરની ખેતી ! બળદ - ગાયને તો પાકમાંથી જરૂરી આહાર મળી રહેશે. ટેક્ટરસ ડીઝલ મજૂરીના ખર્ચ વગરની જાત મહેનતમાંથી ઝીરો બજેટ ખેતી ! સ્ટોરેજ માટે પોતાના ઘર - વરંડા તો છે જ ! હવે વાત રહી ભાવની ! જો ઉપરોકત કહયા પમાણે ખેતી થશે કરવામાં આવશે અને ખરેખર વ્યાજબી ભાવ મળશે તો પણ એટલો તો નફો મળશે જ ! કારણ કુંટુંબને પોતાના અનાજ શાકભાજી - ફળફળાદી - દૂધ - દહીં- ઘી- ખેતી - પશુપાલનમાંથી મળી જ રહેવાના ! આમ જરૂરિયાત ઓછી થતા ખર્ચ ઓછા થતા સ્વાભાવિક નફો રહેશે - ખેતી નફાકારક બનશે . આનુ નામ છે ઝીરો બજેટ ખેતી.  

આપણને પ્રશ્ન થશે કે આ શક્ય છે હા ચોકકસ ! ખેડૂતનું દઢ મનોબળ અને ઈચ્છાશકિત તેમજ શ્રમની ભાવના મહત્વની છે . બાકી વાત રહી સરકારની સરકારોએ પણ તેમની બધી જ પોલીસીઓ ધરમૂળથી બદલવી પડે ! દા.ત. મોટી કોર્પોરેટ કંપનીઓના બીયારણની ખરીદી બંધ કરેહજારો કરોડો રૂપિયાની જંતુનાશક દવાઓની ખરીદી બંધ હજારો કરોડા ના ઓઈલ - ડીઝલ- પોટાશ વગેરેની ખરીદી બંધ કહેવાતા બીનજરૂરી કિંમતી આધુનિક ઓજારોની ખરીદી બંધ. આ બચત રકમ દરેક ખેડૂતને તેના પોતાની જરૂરિયાત મુજબ પોતાના જ બિયારણ જંતુનાશક દવા સેન્દ્રીય ખાતર બનાવવા યોગ્ય રીતે ફાળવવી. હર ખેત કો પાની હર હાથકો કામ " મુજબ પાણી- લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવી . સ્ટોરેજ અને વેચાણ માટે નાના નાના વિકેન્દ્રીત કેન્દ્રોની રાહત દરવાળી વ્યવસ્થા ગોઠવવી શોષણ ન થાય અને પેદાશના વ્યાજબી ભાવ મળે તે માટેનું સંગ્રથિત માળખુ.જરૂરીયાત મુજબ ખરીદી વૈજ્ઞાનિક અભિગમ વિસ્તરણ સેવાઓ માહિતિ અને પ્રશિક્ષણ કેન્દ્રો વગેરેની સુચારૂ વ્યવસ્થા માટે નાણાકીય જોગવાઈમાં પાયાથી ધરમૂળ ફેરફાર કરવામાં આવે તો “ ઝીરો બજેટ " ખેતીનો કન્સેપ્ટ આમ ખેડૂત સ્વીકારી લેશે .

ઉપરોક્ત વિચારને આપણે '' ગૌ આધારિત ઝીરો બજેટ કૃષિ " નામથી ઓળખીશું સમજી લઈએ કે આવનારા દિવસોમાં વૈશ્વિક ઓઈલ કટોકટી ઉભી થશે ત્યારે ગૌમાતા અને તેના પંચગવ્ય - દૂધ - ધી - દહી ગોમૂત્ર અને ગોબર જ આપણને વૈશ્વિક વિનાશની આફ્તમાંથી ઉગારવામાં નિમિત્ત બનવાના છે આ વાતને જેટલા વહેલા સમજીએ એટલું સારૂ !સરકાર દરેક ખેડૂતને આ માટે એક ગાય અને એક કે બે બળદની વ્યવસ્થા માં મદદરૂપ થાય અટલું જ પુરતું છે. પડતર જમીનમાં વિશાળ ચરિયાણો ઉપલબ્ધ થાય . વિપુલ પ્રમાણમાં ઘાસચારો ઉત્પન થાય. જંગલો - નદીઓનું પ્રમાણ વધે. એટલું જ જરૂર છે . બજેટનું રી- સફલીંગ કરવાની સાથે ખેડૂત - જગતનો તાત પણ પોતાનું ગૌરવ સમજે પોતાનું સ્વાભિમાન સમજે. જગતના તાતનું બિરૂદ જાળવવા માટે થોડુંક ગુમાવવું પડે અને તે ગુમાવવાનું એટલે કે ખોટી ભીખ માંગવાની બંધ કરીએ ખોટી લાચારી બંધ કરીએ ખોટા લાભ લેવાનું છોડીએ શ્રમનું મહત્વ સમજીએ . નિષ્ણુ અને પ્રમાણિક્તાથી ખેતી કરીએ . ગૌમાતાને પાળી ખરા આશીર્વાદ લઈએ તો બધુ આપઆપ જ ગોઠવાઈ જશે. કુદરત પણ આપણી વહારે આવશે . પૂરતા વરસાદ યોગ્ય હવામાન અને સુચારૂ વૈશ્વિક પર્યાવરણ નો લાભ મળતો થશે. આ કુદરતનો કાનુન છે . તેને સમજીએ .

એક વખત દેવાનું વિષચક્ર તૂટશે એટલે પોઝીટીવ ગતિ પકડાશે. ખેડૂત જીવશે તો જ ખેતી બચશે અને તોજ આપણે સૌ બચશું. માટે આપણા સ્વાર્થ અર્થે પણ ખેડૂતો અને ખેતીને બચાવવાના હર સંભવ પ્રયાસમાં આપણે યથાશક્તિ જોડાઈએ એમાં જ આપણું શ્રેય છે.

હું જગતના તાત ! તને નિરાશા - હતાશા ન પાલવે ! તું જ  સ્વયંમેવ મૃગેન્દતા'' છે . તારામાં અમાપ શક્તિઓ છુપાયેલી છે. સમગ્ર જીવસૃષ્ટિનો જીવનદાતા છે. પોષણકર્તા છે. પાલનહાર છે. તને આત્મહત્યા કરવી કેમ પોષાય આવા નકારાત્મક વિચારો તારામાં કેમ પ્રવેશી શકે તું સ્વામી વિવેકાનંદના શબ્દો યાદ કર ! ઉઠ જાગ અને જગતના પાલનહાર તરીકે હાક મારવાનું શરૂ કર ! બધી જ સકારાત્મક શક્તિઓ તારી મદદે દોડી આવશે બસ તું જ તારો તારણહાર છે . !




Latest News