મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા


SHARE









તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા

હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા 6.90 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ પૈકીની રોકડ અને કાર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્યાર બાદ પોલીસે જરૂરી કાર્યવાહી પૂરી કરીને આજે વેપારીને તેરા તુજકો અર્પણ અંતર્ગત લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા પરત આપવામાં આવ્યા હતા.

હળવદમાં આનંદ બંગલોઝ બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયાએ ગત ડિસેમ્બર માહિનામાં અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 2/12 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તે યાર્ડથી થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા લઈને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ નજીક અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક ઉપર રાખેલ થેલામાં 6.90 લાખ રૂપિયા હતા તેની લૂંટ ચલાવવામાં આવી હતી જેથી વેપારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 5,19,800 કબ્જે કર્યો હતા જે રકમ જરૂરી કાર્યવાહી કરીને વેપારીને પોલીસ મથકે બોલાવીને ડીવાયએસપી સમીર  સારડા અને હળવદના પીઆઇ આર.ટી. વ્યાસની હાજરીમાં પરત આપવામાં આવેલ છે. 




Latest News