તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના સાપર નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના સાપર નજીક માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી તાલુકાના સાપર ગામ નજીક ગઈકાલના સાંજના નવ વાગ્યાના અરસામાં ગોજારો વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મૂળ ધાંગધ્રાના વતની અને હાલ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા વાણંદ યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામની સીમમાં આમ્રપાલી કોમ્પલેક્ષની સામે ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૯૭૩ ના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે પોતાનું ડમ્પર ઓવર સ્પીડમાં હંકારીને બાઇક સવાર હિતેશભાઈ ઠાકરશીભાઈ ખરચરીયા જાતે વાણંદ (ઉમર ૩૬) ધંધો વાણંદકામ હાલ રહે.જેતપર(મચ્છુ) મોચીશેરી તા.જી.મોરબી મૂળ રહે ધાંગધ્રા ન્યુ રેલ્વે કોલોની કૈલાષનગર ધોરીધાર વિસ્તાર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ ગંભીર વાહન અકસ્માતના બનાવમાં ડમ્પરના જોટા હિતેશભાઈ ખરચરીયાના શરીર ઉપરથી ફરી વળતા હિતેશભાઈ ખરચરીયાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.જેને પગલે મૃતદેહને પીએમ અર્થે અત્રેની સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ તાલુકા પોલીસ મથકે કરવામાં આવી હતી.જેથી કરીને તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી અને બાદમાં ઉપરોક્ત વાહન અકસ્માતના બનાવ સંદર્ભે મૃતકના મોટા ભાઇ હરેશભાઈ ઠાકરશીભાઈ ખરચરીયા જાતે વાણંદ (ઉમર ૪૨) ધંધો વાણંદકામ રહે.ધાંગધ્રા ન્યુ રેલ્વે કોલોની પાછળ કૈલાશનગર ધોળીધાર વિસ્તાર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાએ વાહન અકસ્માત સર્જનાર ડમ્પર નંબર જીજે ૧૩ એડબલ્યુ ૭૯૭૩ ના ચાલક કે જે વાહન અકસ્માત સર્જયા બાદ વાહન રેઢું મૂકીને સ્થળ પરથી નાસી છૂટ્યો હોય તેના વિરુદ્ધ ગુનો નોંધાવતા હાલમાં તાલુકા પોલીસે ઉપરોકત વાહન અકસ્માતના બનાવની નોંધ કરીને ભાગી છુટેલા આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલી અંબાજી ટાઉનશીપમાં રહેતા બીનાબેન રાજેશભાઈ ઠક્કર નામના ૪૮ વર્ષીય મહિલાને મોરબીના રાજપર રોડ ઉપર મામા દેવના મંદિર પાસે સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં બીનાબેનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે રહેતો હરદિપસિંહ અશોકસિંહ પરમાર નામનો ૨૪ વર્ષીય યુવાન દેવળિયા ગામ તરફથી અણીયારી ટોલનાકા તરફ બાઈક લઈને આવતો હતો ત્યારે રસ્તામાં વાહન અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત હરદીપસિંહ પરમારને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News