ગુજરાતના હાસ્ય કલાકાર હકાભા ગઢવીની ફોર્ચ્યુનર ગાડીના નદીમાં ખાબકી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કક્ષાની સામાન્ય જ્ઞાન કસોટી યોજાઇ મોરબીના ઘોડાધ્રોઈ ડેમના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા: કોઝવે બંધ મોરબીના રાજપર ગામે જૂના ઝઘડાનો ખાર રાખીને યુવક ઉપર મનોજ પનારા સહિતનાઓનો છરી વડે હુમલો મોરબી નજીક કારખાનામાં ગરમ પાણીની કુંડીમાં પડી જતા યુવાનનું મોત વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનામાં લોખંડ કાપતા સમયે ગ્રાઈન્ડરમાંથી ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ
Breaking news
Morbi Today

બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી


SHARE







બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા વ્યક્તિએ દબાણ અને પવનચકીને લગતી અરજીઓ ફરીયાદ નિવારણ કાર્યક્રમ 30 વખત કરેલ છે પણ કામ કોઈ કરવામાં આવતું નથી જેથી કરીને આગામી ફરીયાદ નિવારણ કાર્યક્રમ પહેલ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ફરીયાદ નિવારણ કાર્યક્રમના સભાખંડને તાળાબંધી કરવાની ચમકી ઉચ્ચારી છે.

માળીયા (મીં) તાલુકાનાં કુંભારીયા ગામે રહેતા રણછોડભાઈ લખમણભાઈ બાબરીયાએ હાલમાં કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ છેલ્લા નવ વર્ષથી ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરે છે અને મુખ્યમંત્રી ફરીયાદ નિવારણમાં 30 વખત અરજી કરી છે તો પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ તેમજ ગૌચરમાં દબાણ કરીને ઊભી કરવામાં આવેલ પવનચકીને દુર કરવામાં આવતી નથી જો હવે નક્કર કામગીરી નહીં કરવામાં આવે તો આવતા મુખ્યમંત્રી ફરીયાદ નીવારણના તા 26/2 ના કાર્યક્રમમાં કલેક્ટર કચેરીના સભાખંડને તાળાબંધી કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News