વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ


SHARE













મોરબીમાં શિવરાત્રીના દિવસે જાહેરનામાનો ભંગ કરીને કતલખાના ચાલુ રાખનારા-નોનવેજનું વેચાણ કરનારાઓ સામે પગલાં લેવા વિહિપ- બજરંગ દળની માંગ

મોરબી શહેરી વિસ્તારમાં મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને શહેરમાં માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે, મહાનગરપાલિકાનું જાહેરનામું માત્ર કાગળ ઉપર જ રહ્યું હોય તેવો ઘાટ મોરબીના જુદાજુદા વિસ્તારમાં જોવા મળ્યો હતો જેથી કરીને વિહિપ અને બજરંગદળના આગેવાન દ્વારા નોનવેજની દુકાનો શિવરાત્રિના દિવસે ખુલ્લી હોય તેવા ફોટો સાથે કમિશનરને રજૂઆત કરીને પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

મોરબી મહાનગરપાલિકા  કમિશનર દ્વારા ગત 13 તારીખે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તા 15 ના રોજ મહાશિવરાત્રીના દિવસે શહેરી વિસ્તારમાં તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો જો કે, કમિશનરના જાહેરનામાની ઐસી તૈસી કરીને શિવરાત્રિના દિવસે મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી માર્કેટ અને શક્તિ ચોક પાસે આવેલ ખાટકીવાસમાં નોનવેજનું વેચાણ દુકાનોમાં કરવામાં આવી રહ્યું હતું જેથી તેના ફોટો સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વિવિધ વિસ્તારોમાં કતલખાના ચાલુ હતા અને નોનવેજનું વેચાણ પણ શિવરાત્રિના દિવસે કરવામાં આવતું હતું જેથી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડીને જાહેરનામાનો કરીને નોનવેજનું વેચાણ કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News