મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા પાસે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત


SHARE









હળવદના ચરાડવા પાસે કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના ચરાડવા ગામે પાસે વૃદ્ધા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને વૃદ્ધાને હડફેટે લેતા તેઓને માથા, બંને હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે વૃદ્ધાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના જુના રાસંગપર ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ઘનશ્યામભાઈ ચતુરભાઈ પરમાર (45) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 36 આર 9499 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે ગુરુકુળ સામેથી તેઓના માતા તખુબેન ચતુરભાઈ પરમાર (71) ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે તેઓને હડફેટ લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના માતાને માથા, બંને હાથ અને જમણા પગમાં ગંભીર ઇજા થઈ હતી એજથી તેઓને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા કાર ચાલક સામે મૃતક વૃદ્ધાના દીકરાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. #morbi #મોરબી




Latest News