મોરબી, માળીયા અને હળવદ તાલુકા પંચાયત કચેરી સામે શિક્ષકોએ ધારણા યોજી આવેદનપત્ર પાઠવ્યું
મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો
દેશના કોઈપણ નાગરિકે પોતાના ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું એ અત્યંત આવશ્યક છે. કેટલાક તહેવારો અને વિશેષ દિવસો દરમ્યાન પોતાની ભવ્ય ભારતીય સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ જતાં ભૂલકાઓ અને યુવાનોને ભારતીય સંસ્કૃતિ તરફ પાછા વાળવા તેમજ આ દેશની મહાન અને દિવ્ય પરંપરાઓ અને મૂલ્યો પ્રત્યે તેઓને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલય ખાતે ભારતીય સંસ્કૃતિનો ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થના, એકપાત્રી અભિનય, વેશભૂષા, રેલી, સમૂહ નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા, નવયુગ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા તેમજ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. અને આ કાર્યક્રમમાં કૃતિઓને જજ કરવા માટે નિર્ણાયક તરીકે પારૂલબેન પટેલ, હર્ષાબેન પોકાર તેમજ પિન્કીબેન પારવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ વિદ્યાલયના નિલેષભાઈ આઘારા સહિતના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
