મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું અને શહેરમાં માસ, મટન, ચિકન અને મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જો કે, મહાનગરપાલિકાના જાહેરનામાને નજર અંદાજ કરીને બે વેપારીએ દુકાન ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ ચાલુ રાખ્યું હતું જેથી તેની સામે પગલાં લેવાની વિહિપ અને બજરંગદળના આગેવાને માંગ કરી હતી તેવામાં મનપાના અધિકારી અને કર્મચારી દ્વારા એ ડિવિઝનમાં જુદીજુદી બે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જાહેરનામા ભાંગના ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીમાં જાહેરનામું બહાર પાડીને મહાશિવરાત્રીના દિવસે તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ, મટન, ચીકન તથા મચ્છીના વેચાણ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો જો કે, જાહેરનામાની ઐસી તૈસી કરીને શિવરાત્રિના દિવસે મોરબીમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલ મચ્છી માર્કેટ અને શક્તિ ચોક પાસે આવેલ ખાટકીવાસમાં નોનવેજનું વેચાણ દુકાનોમાં કરવામાં આવ્યું હતું જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને બંને વેપારી સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેવામાં હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી બે ફરિયાદ નોંધાયેલ છે જેમાં એક ફરિયાદ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગ સંતોકીએ ન્યુ અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ યાદગાર કેટરર્સ સામે નોંધાવેલ છે જયારે બીજી ફરિયાદ ક્લાર્ક દિલીપસિંહ રાઠોડે શક્તિ ચોક ખાટકીવાસ પાસે આવેલ સરકાર બાવા અહમદશાહ નામની દુકાનના માલિક સામે નોંધાવેલ છે જેથી કરીને પોલીસે બંને વેપારીની સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News