મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે

સેવા એજ ધર્મ ન સૂત્રને જીવનું સૂત્ર માનનાર પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને શ્રી સરસ્વતી શિશુ મંદિર ટંકારા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પમાં લાભ લેવા દર્દીઓએ રજિસ્ટ્રેશન કરાવી લેવા આયોજકોએ જણાવ્યુ છે.

પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે જેમાં મેડિકલ કેમ્પ, કેન્સર સ્ક્રીનીંગ કેમ્પ, વૃધ્ધાશ્રમ - બાલાશ્રમ સહિતના સ્થળો પર કપડા, નાસ્તો વિતરણ સહિતની સેવા આપી રહ્યા છે ત્યારે  આગામી તા. 1 માર્ચના રોજ ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર  ખાતે  મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આ કેમ્પમાં આવનાર દર્દીઓને દવા નિઃશુલ્ક આપવામાં આવશે જે દવાનો તમામ ખર્ચ વર્ષાબેન ભીમાણી દ્વારા આપવામાં આવશે અને આ કેમ્પમાં હેલ્થકેર લેબોરેટરીના રાહુલ શિયાલ દ્વારા હિમોગ્લોબિન, બ્લડ ગ્રુપ અને સુગરના રિપોર્ટ નિશુલ્ક કરી આપવા આવશે. આ મેડિકલ કેમ્પમાં મોરબી અને રાજકોટની વિવિધ નામાંકિત હોસ્પિટલના  નિષ્ણાંત ડોકટરો સેવા પોતાની ટીમે સાથે સેવા આપશે. આ કેમ્પમાં લાભ લેવા માટે લાભાર્થી દર્દીઓએ બેચરભાઈ ગોધાણી (7878318184), હર્ષદભાઈ દવે (9016255345), જયેશભાઈ વીરસોડિયા (8866750690), મહેશભાઈ વિરમગામા (9879874033) અને દીપકભાઈ ખત્રી (9979000334)ના મોબાઈલ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવવા આયોજકોએ જણાવ્યુ છે અને રજિસ્ટ્રેશન ન થઈ શકેલ હોય તેવા દર્દીઓનું પણ નિદાન કરવામાં આવશે. 






Latest News