મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE









હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

હળવદના અજીતગઢ ગામે રહેતો યુવાન પોતાના ઘરે ધાબાની સીડી ઉપરથી નીચે પટકાયો હતો ત્યારે તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની મૃતક યુવાનના મોટાભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા વાસુદેવભાઈ ગગજીભાઈ ઈટોદરા (35) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ગત તા. 15/2 ના રોજ સાંજના ચારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરના ધાબાની સીડી ઉપરથી અકસ્માતે પગ લપસતા તે નીચે પટકાયો હતો અને અકસ્માતના આ બનાવમાં વાસુદેવભાઈને માથાના પાછળના ભાગે ગંભીર ઈચ્છા થઈ હોવાથી તેને ઈજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજના 06:45 વાગ્યાના અરસામાં તેનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મૃતક યુવાનના ભાઈ નિલેશભાઈ ગગજીભાઈ ઈટોદરા (40) રહે. અજીતગઢ તાલુકો હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીમાં રહેતા ભરતભાઈ મગાભાઈ સોલંકી (38) નામના યુવાનને વાંકાનેર સીટી પાસે તેઓના સાળા રાજેશભાઈ સોલંકીએ લોખંડના પાઇપ વડે મારમાર્યો હતો જેથી તેઓને જમણા પગ અને ડાબા હાથમાં ઈજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનવાની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News