મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ


SHARE







મોરબીમાં કેમ મનપા વેપારીઓ પાસેથી મંડપનો ચાર્જ રાજકોટ કરતાં પણ વધુ ઉઘરાવે છે: શહેર કોંગ્રેસ પ્રમુખનો સવાલ

મોરબીમાં જાહેર રસ્તા ઉપર મંડપ નાખીને વેપાર કરતાં વેપારીઓ પાસેથી રાજકોટ મહાપાલિકા કરતાં પણ વધુ ચાર્જ લેવામાં આવે છે જેથી કરીને વેપારીઓ ઉપર આવો જુલમ કેમ કરવામાં આવે છે તેવા સવાલ સાથે શહેર કોંગ્રેસનાં પ્રમુખે કમિશનરને રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોગ્રેસ સમિતિ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં જાહેર માર્ગ કે જાહેર માર્ગ પાસે આવેલ દુકાન ધરાવતા વેપારીઓ તહેવાર દરમ્યાન ૧૦ × ૧૦ ના સ્ટોલ સાથેના મંડપ ઊભા કરતાં હોય છે આવા વેપારીઓ પાસેથી એક દિવસ માટેનો ૨૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જો કે, રાજકોટ મહાપાલીકા દ્વારા આ રીતે મંડપ નાખે તે વેપારીઓ પાસેથી એક દિવસનો માત્ર ૫૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જેથી મોરબીના વેપારીઓ પાસેથી કેમ આટલું ચાર્જ લેવામાં આવે છે તે લેખિતમાં જણાવવા માટે કહ્યું છે અને અને મોરબીમાં રાજકોટથી પણ વધુ ચાર્જ કેમ લેવામાં આવે છે ? જેથી કરીને સ્પષ્ટતા કરીને મનપા દ્વારા ચાર્જનો અમલ કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News