મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગુમ થયેલા જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા કરી લાશને પીપળી નજીક કારખાનામાં સળગાવીને જમીનમાં દાટી દઈને ઉપર ધાબું ભરી નાખ્યું !: પોલીસ તપાસનો ધમધમાટ


SHARE







મોરબીમાં ગુમ થયેલા જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા કરી લાશને પીપળી નજીક કારખાનામાં સળગાવીને જમીનમાં દાટી દઈને ઉપર ધાબું ભરી નાખ્યું !: પોલીસ તપાસનો ધમધમાટ

મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતો યુવાન છેલ્લા કેટલાક દિવસથી ગુમ હોય તેમના પત્નીએ ગુમસુધા નોંધ દાખલ કરાવી હતી અને તેમાં ધડાકો થાય તેવા અણસાર હાલ મળી રહ્યા છે.હાલ મળતી માહિતી પ્રમાણે તે યુવાનનું પીપળી નજીક મર્ડર કરીને તેની લાશને ખાડામાં સળગાવી દઈને જમીનમાં દાટી દેવામાં આવી છે અને ઉપર ધાબું ભરી દેવામાં આવ્યૂ હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેથી પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

 

મોરબીના વીસીપરા વિસ્તારમાં રમેશ કોટન મીલ પાછળના ભાગે રહેતા રજીયાબેન તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટી (મીયાણા) નામના 40 વર્ષના મહિલાએ ગત તારીખ 23-2 ના રોજ ગુમસુધા નોંધ દાખલ કરાવી હતી અને તેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગત તારીખ 19-2 ના રોજ સવારે 9 વાગ્યે ઘરેથી તેમના પતિ તાજમહમદભાઈ કરીમભાઈ ભટ્ટી (47) "જમીન જોવા માટે જાવ છું". તેમ કહીને નીકળ્યા હતા અને સાંજ સુધી પરત આવ્યા ન હોય ઘરમેળે તપાસ કરવામાં આવી હતી.છતાં તાજમહંમદભાઈ કરીમભાઈ ભટ્ટીનો કોઈ પતો લાગ્યો ન હતો.જેને લઈને રજીયાબેન દ્વારા બી ડિવિઝન પોલીસમાં ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવી હતી.

 

જોકે ગુમ થયેલા તાજમહંમદભાઈ ભટ્ટીનો ક્યાંય પતો લાગતો ન હોતો.દરમિયાનમાં પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા ઘનિષ્ઠ તપાસ ચલાવવામાં આવી હતી અને જેમાં ગુપ્ત રાહે હકીકત મળી હતી કે ગુમ થયેલા તાજમહમદભાઈ ભટ્ટીની મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામ નજીક બંધ પડેલા કારખાનામાં હત્યા કરીને તેમની લાશ દાટી દેવામાં આવેલ છે અને ધાબું ભરી દીધું હતી.!

જે બાતમી આધારે પોલીસે ચાર જેટલા શકમંદોને ઉઠાવી લીધા હતા અને તેઓની આગવી પૂછપરછ કરવામાં આવતા હાલ ઉપરોક્ત વાતને સમર્થન મળ્યું હોય ફાયર, મેડિકલ સહિતના વિભાગોને સાથે રાખીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હાલ પીપળી ગામ નજીક આવેલા બંધ કારખાનામાં ગુમ થયેલા યુવાનને શોધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.ગુમ થયેલા તાજમહંમદભાઈ ભટ્ટીને શોધવા માટે ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવાનની હત્યા કરીને લાશને ખાડામાં સળગાવી દેવામાં આવી હતી ત્યાર બાદ ખાડાને બુરવા માટે ઉપર ધાબુ ભરી દેવામાં આવ્યું હતું.! હાલમાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.






Latest News