મોરબી નજીક રોંગ સાઈડમાં બાઇક લઈને જઇ રહેલ યુવાન ડમ્પરની નીચે આવી જતાં મોત
મોરબી જિલ્લાના શિક્ષક-વિદ્યાર્થીઓના પ્રશ્નો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજય કારોબારીમાં રજૂ કરાયા
SHARE
મોરબી જિલ્લાના શિક્ષક-વિદ્યાર્થીઓના પ્રશ્નો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજય કારોબારીમાં રજૂ કરાયા
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ રાજ્ય કારોબારીની બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને રજૂ કરવામાં આવ્યા હતા
મોરબી જિલ્લાના તમામ તાલુકામાંથી આવેલા શિક્ષણ, શિક્ષક અને વિદ્યાર્થીઓના પ્રશ્નો રાજ્ય કારોબારીમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વર્ષ:-૨૦૦૫ પછી ફરજ પર નિયુક્ત થયેલ શિક્ષકોને જૂની પેંશન યોજના લાગુ કરવી, જિલ્લાફેર બદલી કેમ્પ સત્વરે કરવા, વર્ષ:-૧૯૯૮ થી નિમણુંક પામેલા શિક્ષકોને માંદગી સબબની રજા કેરી ફોરવર્ડ કરવી, HTAT મુખ્ય શિક્ષક સિવાયની શાળામાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકને મહેકમમાં ન ગણવા, ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકોને આચાર્ય ચાર્જ એલાઉન્સમાં વધારો કરવો, શાળાઓમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા,વૃક્ષોને પાણી પાવું વગેરે જીવન કૌશલ્યોના કામો કરતા હોય છે ત્યારે અમુક કહેવાતા મીડિયાકર્મીઓ વિડીઓ ઉતારી વાયરલ કરે છે અને એના આધારે ડીપીઈઓ તપાસના આદેશો આપી દે છે એ અન્વયે શિક્ષણ વિભાગમાંથી માર્ગદર્શિકા જાહેર કરવી, શાળાઓમાં એસએમસીને આપવામાં આવતી ગ્રાન્ટ વર્ષની શરૂઆતમાં જ આપવામાં આવે જેથી જરૂરી અને યોગ્ય વપરાશ કરી શકાય, શાળા કક્ષાએ એસએમસીમાં આવતું અનુદાનનો હિસાબ ટેલી સોફ્ટવેરમાં લખવા માટે એકાઉન્ટન્ટ ફાળવવામાં આવતા હતા એ ચાલું વર્ષે હજુ સુધી ફાળવેલ ન હોય સત્વરે ફાળવવા, ધો.3 થી 5 માં પિરિયડ પદ્ધતિ હોવાના કારણે વિષય શિક્ષક માત્ર પોતાનો તાસ પૂરતો જ ન્યાય આપી શકે છે, વાંચન લેખન, ગણન કે દ્રઢીકરણ પુનરાવર્તનમાં ધ્યાન આપી શકતા ન હોય વિદ્યાર્થીઓની ઉપરોક્ત ક્ષમતા કાચી રહી જતી હોય તાસ પદ્ધતિ બંધ કરવી જોઈએ.
તેમજ ધો. 6 થી 8 ના શિક્ષકોને અલગ પગાર ધોરણ આપવું, ધો.1 થી 8 ની પરીક્ષા એકીસાથે લેવી અને ધો.6 થી 8 માં લેખિત પરીક્ષા 80 માર્કની લેવામાં આવે છે પણ માર્ક તો અડધા કરીને જ મુકવામાં આવતા હોય લેખિત પરીક્ષા 40 ગુણની જ લેવી, શાળા સહાયકની નિમણુંક કરવી, વધારાના પગાર ભથ્થા નિવૃત થનાર શિક્ષકોનું રજા રોકડ રૂપાંતર વગેરેની ગ્રાન્ટ છ છ મહિને એમ વર્ષમાં બે જ વખત આવે છે જેના કારણે મેં માસમાં નિવૃત થયેલ શિક્ષકોને છેક જાન્યુઆરીમાં મળે છે એટલે ત્રણ ત્રણ મહિને ગ્રાન્ટ આવે એ બાબત રજુઆત કરવી, શિક્ષકો પાસેથી લેવામાં આવતી બિન શૈક્ષણિક કામગીરી બાબતનો હમણાં જે પત્ર થયો એમાં લખેલું છે કે રાષ્ટ્રહિતની કામગીરી જ શિક્ષકો પાસેથી લેવામાં આવે તો આ રાષ્ટ્રહિતની કામગીરીની સ્પષ્ટતા કરવી, લાયકાત ધરાવતા પ્રાથમિક શિક્ષકોને વર્ગ:-2 ની પરીક્ષા માટે લાયક ગણવા, CET માં મેરીટમાં આવતા બાળકોને આપવામાં આવતી શિષ્યવૃત્તિ ખાનગી શાળામાં પ્રવેશ લેનારને વધુ અને સરકારીમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓછી આપવાના કારણે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો ખાનગી શાળા તરફ આકર્ષાય છે, જેથી સરકારી શાળાઓમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી જવના કારણે સરકારી શાળાના ધો.6 થી 8 ના મહેકમ પર અસર થાય છે,જેથી CET માં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને સમાન શિષ્યવૃત્તિ આપવા બાબત રજુઆત.
20, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર અત્યારે ધો.3 માં જે બાળકો અભ્યાસ કરે છે તે જ્યારે ધો.6 થી 8 માં પ્રવેશ મેળવે ત્યારે 3 ત્રણ વર્ષ સુધી મહેકમ ધ્યાને લેવું નહિ, ધો.6 થી 8 ના શિક્ષકોને 4200 નો ગ્રેડ પે આપવો, શિક્ષકોને આપવામાં આવતી તાલીમ ઓછી કરી એને વર્ગમાં જ રહેવા દેવામાં આવે અને નવ રચિત મોરબી જિલ્લાના શિક્ષકોના GPF ના નાણાં ટ્રાન્સફર કરવા સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવેલ છે. આ રજુઆત રાજ્ય કારોબારીમાં જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, કરશનભાઈ ડોડીયા રાજય પ્રતિનિધિ, પ્રવિણભાઈ ધોળુ કાર્યકારી અધ્યક્ષ, રમેશભાઈ ચાવડા સહ કોષાધ્યક્ષ, નિરવભાઈ બાવરવા અને હરમીતભાઈ પટેલ પ્રચાર મંત્રી ઉપસ્થિત રહ્યા હતાં.