મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ


SHARE













મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરનારા આરોપીઓનું સરઘસ કાઢીને આકરી સજાની સમાજની માંગ

મોરબીમાં મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યા કરીને તેની લાશને સળગાવી નાખીને હત્યાના પુરાવાઓનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભ મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને પોલીસે 7 શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો તે પૈકીના 5 આરોપી પકડાઈ ગયા છે જોકે, પોલીસ દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યો ન હોવાથી સુન્ની મુસ્લિમ કસબા જમાત અને મિયાણા સમાજ દ્વારા મોરબી જિલ્લા કલેકટર અને એસપીને આવેદનપત્ર પાઠવીને હત્યાના ગુનામાં પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવા માટેની માંગ કરવામાં આવી છે

મોરબી શહેરમાં રમેશ કોટન મિલ પાસે રહેતા તાજમમદભાઈ ભટ્ટી (47) નામનો યુવાન ગત તા. 19/2 ના રોજ ગુમ થયો હતો ત્યારબાદ તેની હત્યા કરીને લાશને પીપળી અને બેલા ગામ વચ્ચે આવેલા શિવાય કોનામના બંધ પડેલા કારખાનાની અંદર જમીનમાં ખાડો કરીને તેમાં લાકડા અને ડીઝલ નાખીને સળગાવવામાં આવી હતી અને ત્યારબાદ તે ખાડો બૂરી દઈને તેના ઉપર પાકું ધાબું ભરી દેવામાં આવ્યું હતું જેથી પોલીસે જેસીબીની મદદથી સ્થળ ઉપર ખાડો ખોદીને તાજમમદભાઈની બોડીના અવશેષો કબજે કર્યા હતા અને ત્યાર બાદ મૃતક યુવાનના દીકરાની ફરિયાદ લઈને 7 શખ્સોની સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને તે પૈકીનાં 5 આરોપીઓને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે જો કે, બે આરોપી હજુ પકડવાના બાકી છે તેવામાં મિયાણા સમાજના પ્રમુખ અકબરભાઈ મોવરની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજના લોકો મોરબી કલેકટર અને એસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને હત્યાના આ ગુનામાં પકડાયેલા પાંચે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી માંગ કરી છે તેમજ મુસ્લિમ યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેના માટે કલેકટર અને એસપીને રજૂઆત કરવામાં આવી છે






Latest News