મોરબીમાં ઘરેથી કારખાને જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબી રાજકોટ હાઇવેના ખાડાનું નિરીક્ષણ કરીને 48 કલાકમાં મરામત કરાવવા મહેશ રાજકોટીયાનું તંત્રને અલ્ટિમેટમ હળવદમાં ઘરમાં જુગાર રમતા 4 શખ્સો 2.62 લાખના મુદામાલ સાથે પકડાયા: ધરધણીની શોધખોળ મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા મોરબીના શખ્સને ગાંજો આપનાર રાજકોટનો શખ્સ પકડાયો, જેલ હવાલે મોરબી ફાયરની ટીમે રાત્રે ૧૨ વાગ્યે મહેન્દ્રનગર નજીક લીફ્ટમાં ફસાયેલા છ લોકોનું કર્યુ રેક્સ્યું મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન


SHARE







મોરબીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ-રાધે કૃષ્ણ પરિવાર દ્વારા ભાગવત કથા અને સમૂહ રાંદલનું આયોજન

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ મોરબી જિલ્લો તથા રાધે કૃષ્ણ પરિવાર દ્વારા આગામી પવિત્ર ચૈત્ર માસમાં એક ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને સમૂહ રાંદલ મહોત્સવ યોજાશે.

કથાનો પ્રારંભ તા 11/04 ને શનિવારથી કરવામાં આવશે અને કથાનો સમય બપોરે 3 થી 7 કલાક સુધી રહેશે તેમજ સમૂહ રાંદલ મહોત્સવ તા 14/04 ને મંગળવારે રાખવામા આવેલ છે અને કથા પૂર્ણાહુતિ તા 17/04 ને શુક્રવારના રોજ યોજાશે. આ કથામાં વ્યાસપીઠ પરથી વિદ્વાન ભાગવતાચાર્ય નિખિલભાઈ જોષી (મોરબી) પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

જે પરિવારો પિતૃઓના મોક્ષાર્થે ભાગવત નથી કરી શકતા, તેવા ભક્તો માટે માત્ર 5001 માં પોથીજી બિરાજમાન કરી આપવામાં આવશે. જેમાં પિતૃપૂજન, પોથી પૂજન, આરતી અને પૂજાપાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ રાંદલ મહોત્સવમાં માત્ર 4501 માં રજિસ્ટ્રેશન કરાવી શકાશે, જેમાં 2 લોટા રાંદલ, તમામ પૂજાપો, ભૂદેવોની દક્ષિણા અને પ્રસાદી (ભોજન)ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આ આયોજનને સફળ બનાવવા કિરણબેન ઠાકર (જિલ્લા પ્રમુખ), હીનાબેન પંડ્યા, નિશાબેન જોષી, પ્રજ્ઞાબેન ઓઝા, દર્શનાબેન જોષી, નેહલબેન રાવલ, રૂપલબેન શુક્લ, હર્ષાબેન દવે સહિતના બ્રહ્મસમાજ અને રાધે કૃષ્ણ પરિવારના હોદ્દેદારો તેમજ મોરબીના વિવિધ સમાજના અગ્રણીઓ અને સહભાગી સંસ્થાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ ધાર્મિક કાર્યમાં જોડાવા અને નામ નોંધાવવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.






Latest News