મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: કુલ 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે


SHARE













ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: કુલ 2.18 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે

રાજકોટ ચોટીલા હાઈવે રોડ ઉપર વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ સુગર એન સ્પાઇસ હોટલ પાસે મોરબી જિલ્લા એલસીબી દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે 31,752 બોટલ દારૂ અને બિયરનો જથ્થો ભરેલ ટ્રક મળી આવ્યો હતો જેથી પોલીસે 1.93 કરોડથી વધુની કિંમતનો દારૂ- બિયર તથા અન્ય મુદ્દામાલ મળીને 2.18 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીને પકડવામાં આવ્યો છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દારૂ મોકલાવનાર, વાહન માલિક તથા દારૂ મંગાવનાર સહિત તપાસમાં જેના નામ ખુલે તેની સામે ગુનો નોંધાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાને મળેલી બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે સુગર એન્ડ સ્પાઇસ હોટલ પાસે ટ્રક નંબર આરજે 14 જીપી 4506 ને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂ અને બિયરનીની 31,752 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,93,47,360 ની કિંમતનો દારૂ- બિયરનો જથ્થો તેમજ 25 લાખ રૂપિયાની કિંમતનું વાહન, 3200 રૂપિયા રોકડા અને 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 2,18,55,560 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં આરોપી લલિતકુમાર પ્રતાપજી ખરાડી રહે. ઝહેરાઝ રાજસ્થાન વાળા ની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પકડાયેલા આરોપી ઉપરાંત દારૂનો જથ્થો મોકલાવનાર, દારૂનો જથ્થો મંગાવનાર તેમજ વાહનના માલિક સહિત તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી






Latest News