મોરબીમાં વૈભવ હોટલ નીચે આવેલ ઓફિસમાં જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા મોરબીના ટિંબડી નજીક લેબર કોલોનીમાં પગથિયાં ઉપરની લપસી પડતાં ઇજા પામેલા યુવાનનું મોત: બેલા નજીક કારખાનામાં શૉટ લગતા યુવાનનું મોત ટંકારાના સરાયા ગામ પાસે કૂવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત તું અમને જોઈતી નથી અને તને રાખવી નથી તેવું પતિએ કહેતા ટંકારામાં પરિણીતા એસિડ પી ગઈ: 5 સામે ફરિયાદ વાંકાનેરના સરધારકા ગામે ઘેટા બકરાને કેમ ચલાવતો નથી કહીને આધેડને પાઇપ વડે માર માર્યો જમીન કૌભાંડ: હળવદના કાવડિયા ગામે 1990 માં અવસાન પામેલા અપરણિત વૃદ્ધની 2025 માં પૌત્રી પ્રગટ થઈ ! મોરબીમાં મહિલાની સાથે માથાકૂટ કરીને ઝાપટો મારીને હાથની આંગળીમાં બચકું ભરી લીધું મોરબીના પાનેલી ગામે ઘર પાસે ગાળો બોલતા શખ્સને ના પાડવા ગયેલ યુવતી અને તેની દાદીને પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક નાસ્તાની દુકાનમાંથી 2.606 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.16 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબી નજીક નાસ્તાની દુકાનમાંથી 2.606 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.16 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ કારખાના પાસે પતરાની દુકાનમાં એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 2.606 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી ગાંજો, રોકડા રૂપિયા, વજન કાંટો, મોબાઈલ વગેરે મળીને 1,16,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ એકવાસેરા સેનેટરીવેર કારખાના સામે પતરાની નાસ્તાની દુકાન આવેલ છે અને ત્યાં ગાંજાનું વેચાણ થતું હોવાની હકીકત મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નાસ્તાની દુકાનમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી એસઓજીની ટીમ દ્વારા 2.606 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો તથા ગાંજાનું વેચાણ કરીને મેળવેલા 1400 રૂપિયા, એક વજન કાંટો, એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,16,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ઉદયભાઇ રામખેલાવન વર્મા રહે. હાલ લીલાપરથી નવાગામ તરફ જવાના રસ્તે એકવાસેરા સેનેટરી કારખાના પાસે મૂળ રહે ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.






Latest News