હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં એચઆઈવી પીડિતોને સહાય માટે કરુણા ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ


SHARE













મોરબીમાં એચઆઈવી પીડિતોને સહાય માટે કરુણા ફાઉન્ડેશનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

મોરબી જિલ્લામાં સમાજ સેવા અને માનવતાની ભાવનાથી કાર્યરત કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચ.આઈ.વી. દ્વારા  મોરબી કમલમ્ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ  જયંતિભાઈ રાજકોટના માર્ગદર્શન સાથે સંસ્થાના મોરબી જિલ્લા પ્રમુખ રાજેશભાઈ લાલવાણી દ્વારા સંસ્થાના હેતુઓ અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ બેઠક દરમિયાન સંસ્થા દ્વારા એચ.આઈ.વી. સાથે જીવતા (PLHIV) લોકોને મળતા સહાયકાર્ય વિશે સમજ આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં દર મહિને એચ.આઈ.વી. ક્લાયન્ટ માટે સપોર્ટ ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવે છે. આ સાથે દાતા સિરામિક પરિવારના સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ આપવામાં આવે છે. આ સંસ્થાની ટીમ કરુણા ફાઉન્ડેશનના સભ્યો સાથે મળીને દાન એકત્રિત કરીને ગંગાસ્વરૂપ બહેનો, સગર્ભા મહિલાઓ અને બાળકોને પણ જરૂરી સહાય અને સપોર્ટ પૂરો પાડે છે.

આ પ્રવૃત્તિઓથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને જીવનમાં સહારો મળે છે. દર મહિને 25 થી 28 તારીખ દરમિયાન સપોર્ટ ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવે છે, જે મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે યોજાય છે. અહીં એચ.આઈ.વી. ક્લાયન્ટને દવાઓ નિયમિત રીતે મળે, દવા લેવામાં કોઈ ખામી ન રહે તેમજ તેમની તબીબી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન અને સહાય આપવામાં આવે છે.

મોરબી જિલ્લામાં રહેતા અને બહાર ટેસ્ટ કરાવનાર (આઉટ ટેસ્ટ) એચ.આઈ.વી. ક્લાયન્ટ માટે પણ સંસ્થા દ્વારા રાશન કિટ તથા અન્ય સહાયકાર્યનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ લાલવાણીએ જણાવ્યું હતું કે કરુણા ફાઉન્ડેશનનો મુખ્ય હેતુ એચ.આઈ.વી. પીડિત લોકોને સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા માટે સહારો આપવાનો અને તેમને તબીબી તેમજ સામાજિક રીતે મજબૂત બનાવવાનો છે. સંસ્થાની ટીમ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો સતત ચાલુ રાખશે.






Latest News