મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી


SHARE











હળવદના વેગડવાવમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય યુવાનનું મોત, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

હળવદના વેગડમાં ઝેરી દવા પી જતા 35 વર્ષીય ખેતમજૂર રણજીત તડવીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. રાજકોટ સિવિલમાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત અનુસાર, રણજીત રાજુભાઈ તડવી (ઉંમર વર્ષ 35, રહે. વેગડવાવ ગામ, તાલુકો હળવદ, જિ. મોરબી) ગઈકાલે સવારે 9 વાગ્યાં આસપાસ પોતે હાલ જ્યાં રહે છે ત્યાં હળવદના વેગડ ગામે શંકરભાઈ રાઠોડ ની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતા પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે રણજીતને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે પોતે બે ભાઈમાં મોટો હતો તેઓ મૂળ છુટા ઉદયપુરના ક્વાંટ પંથકના વતની હતા અહીં પરિવાર ખેત મજૂરી કરે છે. રણજીતએ કયા કારણોસર ઝેરી દવા પીધી તેની જાણકારી સ્પષ્ટ ન થતા પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.






Latest News