મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી અને હળવદમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત


SHARE







મોરબી અને હળવદમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામ પાસે કેનાલમાં ડૂબી જવાના કારણે અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે જ્યારે મોરબીમાં યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું છે અને સનાળા રોડ ઉપર આવેલ હોસ્પિટલમાં યુવાનનો કોઈ કારણોસર મોત નીપજયું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી છે

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સ્કીમમાંથી પસાર થતી નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલમાં ગુણુભા ઝાલાની વાડી પાસે અજાણ્યા 45 થી 50 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને મૃતક યુવાને કાળા કલરનું પેન્ટ અને વાદળી કલરનો સફેદ ચેક્સ વાળો શર્ટ પહેર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે અને આ મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ શુભ હોસ્પિટલના રૂમ નંબર 202 માં કોઈ અગમ્ય કારણોસર મહુવા તાલુકાના વાંગર ગામના રહેવાસી ભાવેશકુમાર કેશુભાઈ મકવાણા (26) નામના યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવા અંગેની વિપુલભાઈ કેશુભાઈ મકવાણા (28)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે પ્રિન્સભાઈ સાગરભાઇ નાકિયા (20) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News