મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન


SHARE







મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન

મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આગામી 26 માર્ચને ગુરુવારના રોજ શહેરમાં શોભાયાત્રા નીકળશે જેમાં સનાતની ભાઈ બહેનોને જોડાવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે.

આગામી તા. 26 માર્ચના રોજ મોરબીમાં સાંજે 4:00 વાગ્યે સર્કિટ હાઉસથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જેમાં 15થી વધુ શાળાઓના આકર્ષક ફ્લોટ્સ, શણગારેલા વાહનો, બગી વિગેરે રાખવામા આવશે. અને શહેરમાં 30થી વધુ સ્થળોએ સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. આ તકે બાળકોને શિવ, રામ અને કૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષા સાથે શોભાયાત્રામાં રાખવામા આવશે. જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ કરાશે પછી મહારાણા પ્રતાપ સર્કલ, મયુર પુલ, વીસી ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકીયા હનુમાન, શાક માર્કેટ, નેહરૂ ગેટ અને દરબારગઢ ખાતે પૂર્ણ કરવામાં આવશે. અને મોરબીના નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. તેમજ રાત્રે 12 વાગ્યે દરબારગઢ પાસે આવેલ રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી બાદ શોભાયાત્રા સંપન્ન કરાશે. આ ધાર્મિક કાર્યક્રમમાં મોરબીના તમામ સનાતની હિન્દુ સમાજને આવવા માટે હિન્દુ સંગઠનોના આગેવાનોએ આહ્વાન કર્યું છે.






Latest News