મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો


SHARE







મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા વૃદ્ધના માલિકીની જગ્યામાં કચરાનો ઢગલો કરનારા તેના પાડોશીઓને કચરો ઉપાડવા માટે થઈને વૃદ્ધે કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ ગયેલા પાડોશીઓએ કચરો ઉપાડવાના બદલે વૃદ્ધ ઉપર કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો અને તેને માથામાં કુહાડી મારી હતી તથા હાથમાં ધોકો મારીને ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવતા તેઓને માથામાં છ ટાકા આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નવા ફડસર ગામે રહેતા રાજાભાઈ રવાભાઈ કુંભારવાડીયા (75) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રામીયાભાઈ દેવાભાઈ કુંભારવાડીયા અને લખમણભાઇ દેવાભાઈ કુંભારવાડિયા રહે બંને નવા ફડસર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની માલિકીની જગ્યામાં આરોપીઓ દ્વારા કચરાનો ઢગલો કરવામાં આવ્યો હતો જે કચરાના ઢગલાને ઉપાડી લેવા માટે ફરિયાદીએ આરોપીઓને કહ્યું હતું અને આરોપીઓએ કચરો ઉપાડવાના બદલે ફરિયાદી ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે રામીયાભાઈએ માથાના ભાગે કુહાડીનો ઘા મારીને ઇજા કરી હતી જ્યારે લખમણભાઇએ લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથની કોણીથી નીચેના ભાગમાં માર મારીને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેને માથાના ભાગે છ જેટલા ટાંકા આવ્યા હતા આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News