મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી

હળવદ શહેરમાં રહેતા યુવાન સાથે જમીનની દલાલી અને લે-વેચમાં ભાગીદાર રહેલા શખ્સે વધારાના પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા જે રૂપિયા આપવાની યુવાને ના પાડતા તેને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ વાણીયાવાડમાં રહેતા ચિંતનભાઈ જીતેન્દ્રભાઈ રાવલ (27)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્ર ચમનભાઈ ગોઠી રહે. આસોપાલવ સોસાયટી હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તે અને આરોપી બંને જમીનમાં ટકાવારી મુજબ પાર્ટનર હતા અને જમીનનો દસ્તાવેજ કરી આપેલ હોય તેમજ જમીનમાં દલાલી પણ બંનેને મળી ગઈ હતી તેમ છતાં પણ જમીન લે-વેચ કરેલ હતી તેમાં ફરિયાદી પાસેથી આરોપીએ વધુ પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને ફરિયાદીએ તે રૂપિયા આપવાની ના પાડતા આરોપીએ ફરિયાદીના મોબાઇલ ફોનમાં ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપીને ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદીએ આરોપીનો ફોન કાપી નાખ્યો હતો ત્યાર બાદ આરોપીએ સાહેદના ફોનમાંથી ફોન કરીને ફરિયાદીને હાથ-પગ ભાંગી નાખવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

માળીયા મિયાણાં તાલુકાના નવાગામ ટાવર વાળા ઢાળ પાસે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો તથા 10 લિટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 17,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ઈર્શાદ ઉર્ફે કાળો મોહમદહનીફ જેડા (22) તથા આરીફ ઈસ્માઈલભાઈ મોવર (20) રહે. બંને નવાગામ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને બંને સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી છે.




Latest News