મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો

મોરબી જલારામ ધામ ખાતે રામનવમી નિમિતે ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મહાઆરતી ધામધૂમથી કરવામાં આવી હતી.

સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ એટલે કે રામ નવમી નિમિતે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ સેવા મંડળ દ્વારા મોરબીમાં આવેલ જલારામ ધામ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પહેલા પ્રભુ શ્રી રામનું પૂજન ત્યાર બાદ બપોરે 12 કલાકે મહાઆરતી અને ત્યાર બાદ ફરાળ મહાપ્રસાદ યોજાયો હતો. આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી તપનભાઈ દવે તેમજ નિર્મલભાઇ જારીયા સહિતના ભાજપના આગેવાનો તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા અને બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા પણ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને જલારામ ધામ ખાતે મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જલારામ સેવા મંડળના હોદ્દેદારો ઉપરાંત ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ભાવિનભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ સહિતના સમાજના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News