લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા


SHARE





મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત હવે ગમે ત્યારે થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તેવામાં રાજકીય પક્ષો દ્વારા મુરતિયાઓને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે અને ત્યારે મોરબીની વાત કરીએ તો મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા 52 પૈકી 12 બેઠકો ઉપર તેના ઉમેદવારોના આજે પત્રકાર પરિષદ યોજીને નામ જાહેર કર્યા છે અને ખાસ કરીને અગાઉ મોરબી નગરપાલિકામાં નંદીઘર, આવાસ યોજના સહિતના અનેક કૌભાંડો કરવામાં આવ્યા છે તે કૌભાંડોને છાવરનારા ભાજપ વાળાઓને જાકારો આપીને મતદારો કોંગ્રેસને સત્તા ઉપર લાવશે તો કૌભાંડિયાઓને જેલ ભેગા કરવાની ખાતરી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આપવામાં આવી છે

મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે ત્યારે આ ચૂંટણીમાં ત્રિપંખીઓ જંગ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે ચૂંટણીની હજુ જાહેરાત થઈ નથી ત્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તેના ઉમેદવારોના નામ જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે આજે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી.

જેમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જણાવ્યું હતું કે પ્રદેશના પ્રમુખ સહિતના આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આગામી મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાલમાં કુલ 12 બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે અને શિક્ષિત ઉમેદવારોને આ વખતે મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવશે આગામી સમયમાં બાકીના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે તેમાં પણ શિક્ષિત ઉમેદવારોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.

જોકે પત્રકારોને સંબોધતા મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ તથા વોર્ડ નંબર 5 ના ઉમેદવાર પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકા હતી ત્યારે 52 ને 52 સભ્ય ભાજપના હતા અને ત્યારે કૌભાંડ અને ભ્રષ્ટાચારે માજા મૂકી હતી જોકે, નંદીઘર અને આવાસ યોજના સહિતના કૌભાંડોમાં ભાજપ વાળાઓએ કૌભાંડિયાઓને છાવરી લીધા છે પરંતુ જો મહાપાલિકામાં કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ભ્રષ્ટાચાર અને કૌભાંડ કરનારાઓ સામે ફરિયાદ થશે એટલું જ નહીં પરંતુ તેને જેલ ભેગા કરવામાં આવશે તેવી ખાતરી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા આપવામાં આવેલ છે

કોના કોના નામ હાલમાં જાહેર કરવામાં આવ્યા ?

મોરબી મહાપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા કોંગ્રેસ દ્વારા 12 ઉમેદવારોને જાહેર કરાયા છે જેમાં પુષ્પરાજસિંહ જાડેજા વોર્ડ નં. 5, જયેશભાઈ કાલરીયા વોર્ડ નં. 9, દમયંતીબેન નિરંજની વોર્ડ નં. 6, ભાવિનભાઈ ફેફર વોર્ડ નં. 10, કરશનભાઈ કાસુન્દ્રાવોર્ડ નં. 11, બળવંતભાઈ ધુમલિયા વોર્ડ નં. 8,  કલ્પેશભાઈ સેતા વોર્ડ નં. 6), ડૉ. પ્રવીણકુમાર વઘાસિયા વોર્ડ નં. 3, વિજયાબેન મકવાણા વોર્ડ નં. 5, કૈલાશબેન વેરાણા વોર્ડ નં. 10, દિનેશભાઈ શેરસીયા વોર્ડ નં. 1 અને દિનકરભાઈ પંડયા વોર્ડ નં.12 નો સમાવેશ થાય છે.




Latest News