મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE







જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી ત્યારે સનાતની ભાઈ અને બહેનો મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા અને જય શ્રી રામના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા.

મોરબીમાં રામ જન્મોત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વિહિપ, બજરંગ દળ સહિતના વિવિધ હિન્દુ સંગઠનો તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ સર્કિટ હાઉસથી આ શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને આ શોભાયાત્રામાં જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓએ બનાવેલા આકર્ષક ફ્લોટ્સશણગારેલા વાહનોબગી વિગેરે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને જેમ જેમ શોભાયાત્રા આગળ વધતી હતી તેમ તેમ સનાતની ભાઈઓ અને બહેનોની સંખ્યામાં સતત વધારો થતો હતો. અને શોભાયાત્રાના રૂટમાં જુદાજુદા સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આ શોભાયાત્રામાં બાળકોને શિવરામ અને કૃષ્ણ જેવા પાત્રોની વેશભૂષા સાથે તૈયાર કરીને રાખવામા આવ્યા હતા.

 શોભાયાત્રા સર્કિટ હાઉસથી શરૂ થઈને મહારાણા પ્રતાપ સર્કલમયુર પુલવીસી ફાટકત્રિકોણ બાગનવા ડેલા રોડજુના બસ સ્ટેન્ડરામ ચોકનવા બસ સ્ટેન્ડબાપા સીતારામ ચોકસીતા ચોકરવાપર રોડચકીયા હનુમાનશાક માર્કેટનેહરૂ ગેટ અને દરબારગઢ પાસે આવેલ રામ મંદિર મહેલ ખાતે રાતે 12 વાગ્યે પૂર્ણ કરવામાં આવશે જો કે, શોભાયાત્રામાં નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતીનું આયોજન કરાયું છે. છેલ્લે રાત્રે 12 વાગ્યે દરબારગઢ પાસે રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહાઆરતી કરવામાં આવશે ત્યાર બાદ રામ જન્મ્પ્ત્સવની શોભાયાત્રા સંપન્ન થશે.






Latest News