મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો


SHARE













રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો

મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી માટે પધારેલા લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ, વિવેકમુનિ મહારાજ, ચિંતનમુનિ મહારાજ આદિ સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મોરબીમાં તા.૨૪ થી શરૂ થયેલ શાશ્વતી આયંબિલ ઓળી દરરોજ ૫૨૫ થી વધું લોકો આયંબિલ કરી રહ્યા હોય આજે  રેકોર્ડ બ્રેક સંખ્યામાં તપસ્વી ૫૩૨ તેમજ ૨ મહારાજ સાહેબ, ૧૭ સાધ્વીજી મહારાજ, એમ કુલ ૫૫૧ સુધીની સંખ્યામાં શાંતિપૂર્વક આયંબિલ કરી રહ્યા છે. તપસ્વી તપ કરી આત્મા સાથે શરીરની આરોગ્ય શુદ્ધિ માટે પણ નામ નોંધાવ છે. તા.૨૬ ના રોજ 'માનસ પરીક્ષા' ઓપન બુક એક્ઝામ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીના જીવન ઝલકની પુસ્તિકા: અનુભૂતિની અભિવ્યક્તિ ઓપન બૂક એક્ઝામમાં અરિહંત મુનિજી અને વર્ધમાન મુનિની પ્રેરણાથી ૧૨૫ થી વધારે ભાવિકો રામનવમીના સોની બજાર ઉપાશ્રય, મોરબીમાં પરિક્ષા આપેલ છે. તા.૨૯ રવિવારે સવારે ૯ વાગ્યે ભગવાન મહાવીર સ્વામીના ૧૪ સ્વપ્નાનું મંગલાચરણ, વીરના વધામણા, સપના સોહામણાના ભક્તિસભર કાર્યક્રમમાં દરેક નેસઃ પરિવાર પધારવા એક યાદીમાં જણાવેલ છે. ઉલેખનીય છે કે, કરવું, કરાવવુ, કે અનુમોદના કરવીએ ત્રણેયનું ફળ સરખું હોય છે. એટલે કે આપણે તપ નથી કરી શકતા તો આપણે એ તપની અનુમોદના કરી અને પુણ્યનું ઉપાર્જન કરી શકીએ એ માટે સળંગ ૧૦ દિવસ ઓળીના તપસ્વીઓના પારણાના દિવસે બહુમાન કરવામા આવશે. સમસ્ત જૈન સમાજના આ કાર્યક્રમમાં દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓયુવક મંડળ તથા મહિલા મંડળ ના તેમજ વિવિધ જૈન ગ્રુપના સભ્યો તેમજ સ્વયંમ સેવકો યુવક યુવતીઓ ખુબ જ ઉત્સાહપૂર્વક સારી સેવા આપી કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. તેમજ ઓપન બુક એક્ઝામમાં ૧૨૫ લોકોએ ધાર્મિક પરિક્ષા આપી હતી. તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News