મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો
ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીઓએ શ્રીમદ્દ રાજચંદ્ર જન્મ ભવનની મુલાકાત લીધી
SHARE









ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીઓએ શ્રીમદ્દ રાજચંદ્ર જન્મ ભવનની મુલાકાત લીધી
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ એવા શ્રીમદ્દ રાજચંદ્રજીના જન્મ સ્થળ વવાણીયાની મુલાકાત લેવા માટે ટંકારાની લાઈફ લિંક્સ વિધાલયના વિધાર્થીઓ પહોચ્યા હતા અને "વિરલ વિભૂતિ" પ્રકરણની ખરેખરી સમજૂતી મેળવી ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ વિદ્યાભ્યાસમાં વધારો કર્યો હતો સાથેસાથે ત્રિમંદીર, રામબાઈમાં આશ્રમ, જયદીપ સોલ્ટ કંપની અને એશિયા કંપની લજાઇની પણ મુલાકાત લઈ આધ્યાત્મિક તેમજ ઔદ્યોગિક જ્ઞાન મેળવ્યું હતું. ત્યારે શાળાના પ્રમુખ જયંતીભાઈ બારૈયાએ પ્રભુદાસજી વવાણીયા, મેહુલભાઈ સહિત સહકાર આપવા બદલ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.
