મધર ડેમના પાણીનો સદુપયોગ: મોરબીના મચ્છુ 2 ડેમમાંથી જુદા જુદા ચાર ડેમમાં પાણી મોકલવાનું શરૂ કરાયું મોરબી જીલ્લામાં પોલીસે 4.25 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો માળીયા (મી)ના જુના ઘાટીલા ગામ પાસે એસટીની બસ રોડ સાઈડના ખાડામાં ફસાઈ ! મોરબી-રાજકોટ રોડ ઉપર ખાડાના કારણે કોઈનું મોત થશે તો તંત્ર-સરકાર સામે માનવ વધનો કેસ કરીશું: મહેશ રાજકોટિયા મોરબીના ઘોડાધ્રોઈ ડેમ અને હળવદના બ્રાહ્મણી-૨ ડેમની કલેક્ટર સ્વપ્નિલ ખરેએ લીધી મુલાકાત મોરબીના આદરણા-સનાળા માર્ગ પર પૂરના પાણી ઓસરી જતાં વાહનવ્યવહાર પૂર્વવત કરાયો મોરબી નજીક નર્મદાની કેનાલમાં ગાબડુ પડતાં ખેડૂતોને થયેલ નુકશાન સામે સર્વે કરી વળતર આપવા કલેક્ટરનો આદેશ: યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવા સૂચના મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ


SHARE







મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ

સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ તેમના કુળદેવી શ્રી ભવાની માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અને ભક્તિમય યજ્ઞ આગામી તારીખ ૧ એપ્રિલ ૨૦૨૬, બુધવાર (ચૈત્ર સુદ ૧૪) ના રોજ મોરબી સ્થિત નહેરુ ગેટ પાસે આવેલા કુળદેવી શ્રી ભવાની માતાજીના મંદિરે હર્ષોલ્લાસ સાથે યોજાશે.

આ ધાર્મિક કાર્યક્રમની રૂપરેખા મુજબ, યજ્ઞના દિવસે સવારે ૮:૩૦ કલાકે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન વિધિનો મંગલ પ્રારંભ કરવામાં આવશે.ત્યારબાદ બપોરે ૧૨:૩૦ કલાકે યજ્ઞમાં બીડું હોમાશે.હવનની પૂર્ણાહુતિ બાદ બપોરે ૧૨:૪૫ કલાકે સમસ્ત ભોજાણી પરિવારના સભ્યો માટે સમૂહ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે.આ પાવન પ્રસંગે સૌરાષ્ટ્રભરમાં વસતા ભોજાણી પરિવારના તમામ સભ્યોને સપરિવાર હાજરી આપી માતાજીના દર્શન, યજ્ઞ અને મહાપ્રસાદનો ધર્મલાભ લેવા માટે આયોજકો દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમ અંગેની વધુ માહિતી મેળવવા માટે મો. ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા આયોજનકર્તાઓએ એક યાદીમાં જણાવ્યું છે.






Latest News